તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
અમદાવાદના રામોલમાં થયેલ 31 લાખની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો :પોલીસે ચીખલીગર ગેંગના બે આરોપીઓને ઝડપ્યા
કુખ્યાત ચીખલીગર ગેંગના બે આરોપીઓ અર્જુન બનજારા અને અજયસિંગને સુરત તથા ખંભાતથી ઝડપી લેવાયા :બન્ને આરોપીઓ પાસેથી 20.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલી 31 લાખ રૂપિયાની મોટી ઘરફોડ ચોરીના ગુનાને પોલીસે માત્ર 48 કલાકમાં સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. 600થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી અને 100થી વધુ હોટલોમાં તપાસ કર્યા બાદ કુખ્યાત ચીખલીગર ગેંગના બે આરોપીઓ અર્જુન બનજારા અને અજયસિંગને સુરત તથા ખંભાતથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી 20.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કુખ્યાત આરોપીઓની ધરપકડથી રામોલ, વટવા જીઆઈડીસી અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારની કુલ 7 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ગેંગના ફરાર ત્રીજા સાગરીત શેરસિંગને પકડવા માટે પોલીસે સઘન ચક્રો ગતિમાન કર્યા છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
