તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
હાઇકોર્ટ બેંચ અંગે રાજકોટ આવેલા મુખ્યમંત્રી સહિત ભાજપના અગ્રણી સમક્ષ બાર એસો.ની રજુઆત

રાજકોટ તા. ૩ :.. રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ વર્ષે હાઈકોર્ટ બેન્ચ માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માં વાતાવરણ બનાવેલું છે અને ઠેર ઠેર ધારાસભ્યો ,સંસદ સભ્યો અને નાગરિકોને જાગળત કરવામાં રાજકોટ બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા સહિત ના સફળ થયા છે.
રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલા,ધારાસભ્યો,મેયર નેહલભાઈ, ભાજપ શહેર પ્રમુખ માધવ દવે ને પણ હોદેદારો એ હાઈ કોર્ટે બેન્ચ માટે રજૂઆતો કરેલ છે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ નાગરિકો હાઈ કોર્ટ માગી રહેલા છે નાગરિકોને જાગળત કરવા માં પ્રિન્ટ મીડિયા અને ઇલેટ્રોલિક મીડિયા પણ હાઇકોર્ટ બેચ લાવવા માટે જાગળતતા લાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે રાજકોટમાં મુખ્યમંત્રીશ્રી ની મુલાકાત સમયે તેમણે વિગતો સાથે ની પ્રપોઝલ પણ આપી બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા, નિલેશ પટેલ, કેતન મંડ,જયેન્દ્ર ગોંડલિયા,તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપ પટેલ સહિત ના ઓ એ મુખ્યમંત્રી શ્રી ને રાજકોટ ની હાઈકોર્ટે બેન્ચ શા માટે જરૂરી છે તેની વિગત આપેલી હતી.
આ વર્ષે હાઈકોર્ટે બેન્ચ નો મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું નક્કી કરેલ છે આગામી દિવસો માં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, રાજ્યપાલ શ્રી,માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળવા માટેનો સમય લેવામાં આવ્યો છે ભવિષ્ય માં બધાને મળી ફરી થી હાઈ કોર્ટ બેન્ચ માટે લડત કરવામાં આવશે તેમના પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રગતિ માકડિયા, હિરલબેન જોશી, નિશાબેન લુણાગરિયા, સંજય ડાંગર, સ્તવનભાઈ મહેતા, ભાર્ગવભાઈ પંડ્યા, વિજયભાઈ રૈયાણી, સાગઠીયા ,રક્ષાબેન ઉપાધ્યાય,દીપ વ્યાસ સહિત ના બાર એસોસિએશન ના સભ્યો મહેનત કરી રહ્યા છે.
(2:27 PM IST)










