તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
રાજકોટ રેલ્વે પોલીસે પાર્સલમાંથી ૪૨.૨૬ લાખનો શંકાસ્પદ પિત્તળનો જથ્થો પકડયો
સ્ક્રેપનો જથ્થો કોઇમ્બતુરથી રાજકોટના પ્રકાશભાઇ માટે મોકલાયો હતો ઇન્ચાર્જ વિભાગીય અધિકારી એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. જાડેજા, કે. યુ. વાળા અને ટીમની કામગીરીઃ જયવીરસિંહ અને વનરાજભાઇની બાતમી

રાજકોટ તા. ૩: રેલવેમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેલવે પોલીસને સફળતા સાંપડી હતી. રેલવે મારફતે પાર્સલમાં મોકલવામાં આવી રહેલી રૂ. ૪૨,૨૬,૦૧૩ની કિંમતની કિંમતી ધાતુનો વિશાળ જથ્થો રાજકોટ રેલવે પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રેલ્વે પોલીસની ડી. સ્ટાફની ટીમ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ રોકવા માટે પ્રયત્નશીલ હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ વનરાજસિંહ તથા ધનંજયભાઈ ભીમભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે રેલવે પાર્સલમાં આવતા કિંમતી ધાતુના મોટા જથ્થા અંગે તપાસ કરી તુરંત જ દરોડો પાડીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે બીએનએસની કલમ-૩૫(૧) (ઇ) તથા કલમ-૧૦૬ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સીઝ કરેલા જથ્થાનું વજન ૭૦૩૮.૩૬ કિલોગ્રામ છે અને તેની કિંમત આશરે રૂ. ૪૨,૨૬,૦૧૩ થાય છે. અધિક પોલીસ મહાનિર્દેશક રેલ્વેઝ કે.એન.ડામોર પヘમિ રેલ્વે અને પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા ઇન્ચાર્જ વિભાગીય અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણાના માર્ગદર્શનમાં આ કામગીરી પીએસઆઇ બી. જે. જાડેજા, કે. યુ. વાળા અને ડી. સ્ટાફે કરી હતી. આ પાર્સલ કોણે ક્યાંથી કોના માટે મોકલ્યું? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ શંકાસ્પદ જથ્થો ગણી કબ્જે કરાયો છે.
(2:22 PM IST)










