<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ગુજરાતમાં હવે વરસાદી વિરામ કેટલો ?

હાલની સીસ્‍ટમ તો રાજસ્‍થાન સરકી ગઇ : બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ હવે નવી સીસ્‍ટમ કયારે આવી શકે?

(મહમદ રાઠોડ દ્વારા) બંગાળની ખાડીમાંથી ઉદભવીને હાલ ગુજરાતમાં વરસેલી સીસ્‍ટમ હવે રાજસ્‍થાન તરફ સરકી ગઇ હોઇ, સ્‍કાયમેટના વી.પી.મહેશ પલાવતના કહેવાનુસાર ગુજરાતમાં હવે અરબી સમુદ્રના વરસાદી પવનો વહેતા હોઇ તેને કારણે હળવી વરસાદી અસર હજુ જોવા મળે તેવી સંભાવના રહે છે.

મહેશ પલાવત વધુમાં કહે છે કે, વિતેલા જુલાઇમાં જેમ બ્રેક મોન્‍સુન કન્‍ડીશન (વરસાદી વિરામ) જેમ ઓગષ્‍ટના પ્રથમ સપ્તાહ બાદ ગુજરાત સહિત અન્‍ય કેટલાક રાજયોમાં બ્રેક મોન્‍સુન કન્‍ડીશન જોવા મળી શકે છે.

બંગાળની ખાડીમાં હાલ વળી એક નવી સીસ્‍ટમ બનીને સક્રિય થઇ રહી છે. મૌસમ તક વેધર ચેનલના દેવેન્‍દ્ર ત્રિપાઠીના એનાલીસીસ અનુસાર આ સીસ્‍ટમ લોપ્રેશર, ડીપ્રેશન કે વાવાઝોડુ બનશે? તે અંગે હાલ નિヘતિતા જણાઇ રહી નથી. શું આ સીસ્‍ટમ ગુજરાત સુધી આવી શકશે?

અન્‍ય લોંગ પીરીયડ વેધર ફોરકાસ્‍ટમાં જોતા બંગાળની ખાડીની હાલ બનનારી સીસ્‍ટમ મ્‍યાનમાર તરફ સરકી જશે તેવુ દર્શાવે છે. પરંતુ ત્‍યાર બાદ ફરી બંગાળની ખાડીમાંથી જ વધુ એક સીસ્‍ટમ ૧૦-૧ર ઓગષ્‍ટની આસપાસ ઉદભવશે અને તે આગળ વધી ગુજરાત-રાજસ્‍થાન તરફ ર૦ ઓગષ્‍ટ બાદ આવે તેવી સંભાવના જોવા મળે છે.

જો કે આ લોંગ પીરીયડ મોડેલ મેપ્‍સ ફોરકાસ્‍ટ હોઇ ઓગષ્‍ટના મધ્‍ય સુધી રાહ જોવી રહી.

(1:32 PM IST)