<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

કાશ્મીરનાં કુપવાડામાં વાદળ ફાટવાને કારણે આવેલાં પૂરને કારણે એક મહિલાનું મોત

ઉત્તરકાશીમાં ભૂસ્ખલનની ઘટનાથી યમુનોત્રી નેશનલ હાઈવે ઘણાં સ્થળે બંધ : રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધ્યું ; છત્તિસગઢમાં સતત વરસાદને કારણે બિલાસપુર-રતનપુર-પેંડ્રા માર્ગ પર પુલ 2 ભાગમાં તૂટી પડ્યો

કાશ્મીરનાં કુપવાડામાં વાદળ ફાટવાને કારણે આવેલાં પૂરને કારણે એક મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે- વાદળ ફાટવાથી વિસ્તારમાં અચાનક પાણીનો પ્રવાહ ઘણો ઝડપી બન્યો હતો. જે પછી સોમવારે બાંદીપોરામાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી.  

વરસાદને કારણે દેશનાં અન્ય રાજ્યોમાં પણ જનજીવનને મોટી અસર થઈ રહી છે. ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં ભૂસ્ખલનની ઘટનાથી યમુનોત્રી નેશનલ હાઈવે ઘણાં સ્થળે બંધ થયો હતો. આ કારણે પ્રવાસીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે.

છત્તિસગઢમાં સતત વરસાદને કારણે બિલાસપુર-રતનપુર-પેંડ્રા માર્ગ પર પુલ 2 ભાગમાં તૂટી પડ્યો હતો. આ દરમિયાન પૂલ પરથી પસાર થતી એક પ્રવાસી બસ વચ્ચે ફસાઈ ગઈ હતી. પહાડી વિસ્તારોમાં થઈ રહેલ ભારે વરસાદથી ઉત્તર પ્રદેશમાં ગંગા, ઘાઘરા અને શારદા સહિત 10 નદીઓમાં જળસ્તરમાં ઘણો વધારો થયો છે. બિજનોરમાં ગંગાનું પાણી 6 ગામોમાં ફરી વળ્યું હતું. 

(9:46 PM IST)