તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 3rd August 2026
કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં નવી શાખા ખોલીઃ ભાવનગરમાં નવો શોરૂમ

રાજકોટ, તા.૩: ભારતની સૌથી ભરોસાપાત્ર અને મુખ્ય જ્વેલરી કંપનીઓમાંથી એક કલ્યાણ જ્વેલર્સે આજે ગુજરાતનાં ભાવનગરમાં પોતાનો નવો શૉરૂમ શરૂ કર્યો હતો.
આ ગુજરાત રાજ્યમાં કંપનીનો ૨૦મો શૉરૂમ છે, જેમાં કલ્યાણ જ્વેલર્સના અલગ-અલગ કલેક્શનમાંથી ડિઝાઇનોની એક મોટી રેન્જ ઉપલબ્ધ છે. ગ્રાહકોને અહીં શ્રેષ્ઠ વાતાવરણની સાથે આધુનિક સુવિધાઓ મળશે,
આ નવા શૉરૂમ પર કલ્યાણ જ્વેલર્સના એક્ઝિકયુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને કહ્યું હતું, પ્રભાવનગરમાં અમારા સંપૂર્ણપણે નવા કલ્યાણ જ્વેલર્સ શૉરૂમના લૉંચ સાથે અમારો ઉદ્દેશ એક એવું વાતાવરણ ઊભું કરવાનો છે, જે ગ્રાહકોની ખાસ જરૂરિયાતોને પૂરી કરે અને તેમની ખરીદીના અનુભવને શ્રેષ્ઠ બનાવે.
આ લૉંચ પ્રસંગે કલ્યાણ જ્વેલર્સે ખાસ ઇન-સ્ટોર ઓફરની જાહેરાત કરી છે, જેમાં ઘડામણના ચાર્જ પર ૨૫ ટકા સુધીની છૂટ મળશે. બ્રાન્ડના સ્પેશ્યલ ગોલ્ડ બોર્ડ રેટ બજારમાં સૌથી ઓછા છે અને તમામ શૉરૂમમાં એક સમાન છે. તે પણ અમુક સમય માટે લાગુ રહેશે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
