<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

જિમ-ટ્રેઇનરે પોતાના ટી-શર્ટનો પરસેવો નિચોવીને યુવકને પીવડાવ્‍યો

પંજાબના એક જિમમાં ટ્રેઇનરે યુવકને પોતાનો પરસેવો પીવડાવતો વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો : સોશિયલ મીડિયા પર ટીકા બાદ ટ્રેઇનરે આને માત્ર રીલ માટેનો સ્‍ટન્‍ટ ગણાવી માફી માંગી

ચંડીગઢ તા.૩: પંજાબમાં એક જિમ-ટ્રેઇનરે તેની પાસે વર્કઆઉટ કરવા આવતા એક યુવાનને પોતાનો પરસેવો પીવડાવ્‍યો હતો. આ પરસેવા માટે તેણે પોતાનું ટી-શર્ટ નીચોવ્‍યું અને એમાંથી નીકળેલું પ્રવાહી યુવકના મોંમાં રેડ્‍યું અને કહ્યું કે આ પીશ તો મસ્‍ત તગડો થઈ જઈશ. આ ઘટનાનો ૮ સેકન્‍ડનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર પહોંચ્‍યો તો હોબાળો મચી ગયો. અમૃતસરના એક જિમની આ ઘટના છે, જેમાં જિમ-ટ્રેઇનર પોતાના ટી-શર્ટને નિચોવે છે અને યુવાન બે હાથમાં પરસેવો ઝીલીને એ પીએ છે. ટ્રેઇનરનો દાવો છે કે તેણે આ મજાક ખાતર કર્યું હતું અને આનો વિડિયો પોસ્‍ટ નહીં કરવાનું યુવકને કહ્યું હતું. સોશ્‍યલ મીડિયા પર જબરી થૂથૂ થયા પછી ટ્રેઇનર તેજબીર સિહે માફી માગીને કહ્યું હતું કે આ વિડિયો માત્ર રીલ બનાવવા માટે ભજવાયો હતો, પણ હવેથી આવી કન્‍ટેન્‍ટ નહીં બનાવું

(10:46 AM IST)