News of Monday, 3rd August 2026
પડધરી પાસે લોહાણા પરિવારના શ્રી ખેતલીયા દાદાના મંદીરે પુજન-અર્ચન

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૩: રાજકોટ-જામનગર હાઇવે ઉપર રાજકોટથી આશરે રપ કી.મી. દુર જામનગર તરફ જતા પડધરી પહેલા શાષાી બાગ પાસે પૌરાણીક શ્રી ખેતલીયા દાદા બિરાજમાન છે. જે સમગ્ર લોહાણા પરિવારના ખેતલીયા દાદા તરીકે પુજાય છે અને આ મંદીરનો જીર્ણોધ્ધાર અકિલા પરિવારના શ્રી નિમિષભાઇ ગણાત્રા દ્વારા વિધિવત ભુવાશ્રી પાસેથી મંજુરી મેળવી પડધરીના સ્વ.શાષાી કનુભાઇ સાતા દ્વારા શાષાોકત વિધિ અને વૈદિક પરંપરાથી જીર્ણોધ્ધાર કરાવેલ છે.
આ પંથકના લોકો શ્રી ખેતલીયા દાદા પ્રત્યે ખુબ જ શ્રધ્ધા ધરાવે છે અને પોતાની શ્રધ્ધા અનુસાર માનતા-ટેક પણ રાખે છે. લોકમુખે ચર્ચા મુજબ આ ખેતલીયા (નાગદાદા) એ ઘણા ભાગ્યશાળી શ્રધ્ધાળુઓને પ્રત્યક્ષ દર્શન પણ આપેલ છે. આજે લોહાણા સમાજની નાગપાંચમ છે. જેથી શ્રી ખેતલીયા દાદાના દર્શનાર્થે પ્રદ્યુમનભાઇ સાતા આવ્યા હતા. જેઓએ શ્રધ્ધાપુર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પણ પૂજય શ્રી ખેતલીયા દાદાના લાઇવ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
(2:29 PM IST)










