<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ભૂપેન્‍દ્રભાઇનું રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ઉષ્‍માભર્યું અભિવાદન

 

રાજકોટઃ  મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ  પટેલ આજે રાજકોટના પ્રવાસે આવ્‍યા હતા. મુખ્‍યમંત્રીશ્રી હવાઈ માર્ગે રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પધાર્યા ત્‍યારે તેઓનું ઉષ્‍માભર્યું અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ તકે એરપોર્ટ પર મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા, ડી.આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાય, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જર, ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ  કદમ રૂપેશ મધુકર સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(11:32 AM IST)