તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ૭ વર્ષ પુર્ણ કરતા આનંદીબેન પટેલ
ઉત્તરપ્રદેશ ના સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ બન્યાઃ એક પ્રેરણાદાયી નેતૃત્વ ની અભૂતપૂર્વ સિદ્ધિઃ ૨૯મી જુલાઈ ૨૦૧૯થી ૩ ઓગસ્ટ ૨૦૨૬....૨૫૬૩ દિવસ.... રાજ્યપાલ તરીકે હજી અડીખમ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાતના પ્રથમ મહીલા મુખ્યમંત્રી આનંદી બેન પટેલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ૭ વર્ષ પુર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છ, ૨૯ મી જુલાઈ ૨૦૧૯ થી ૩ ઑગસ્ટ ૨૦૨૬....૨૫૬૩ દિવસ.... રાજ્યપાલ તરીકે હજી અડીખમ ,એક પ્રેરણાદાયી નેતૃત્વ ની અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે.
ભારતની આઝાદી બાદ થી અત્યાર સુધીના ઉત્તર પ્રદેશના રાજ્યપાલને તવારીખ અનુસાર જોઈએ તો, સરોજિની નાયડુ, કાર્યકાળઃ ૧૫-૦૮-૧૯૪૭ થી ૦૨-૦૩-૧૯૪૯, કુલ કાર્યકાળઃ ૫૬૬ દિવસ, વિધુભૂષણ મલિક (કાર્યકારી), કાર્યકાળઃ ૦૩-૦૩-૧૯૪૯ થી ૦૧-૦૫-૧૯૪૯, કુલ કાર્યકાળઃ ૬૦ દિવસ, હોર્મસજી પેરોશા મોદી, કાર્યકાળઃ ૦૨-૦૫-૧૯૪૯ થી ૦૧-૦૬-૧૯૫૨, કુલ કાર્યકાળઃ ૧,૧૨૭ દિવસ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કાર્યકાળઃ ૦૨-૦૬-૧૯૫૨ થી ૦૯-૦૬-૧૯૫૭, કુલ કાર્યકાળઃ ૧,૮૩૪ દિવસ
વરાહગિરી વેંકટ ગિરી (વી. વી. ગિરી) કાર્યકાળ, ૧૦-૦૬-૧૯૫૭ થી ૩૦-૦૬-૧૯૬૦, કુલ કાર્યકાળઃ ૧,૧૧૭ દિવસ, બુરગુલા રામકૃષ્ણ રાવ, કાર્યકાળઃ ૦૧-૦૭-૧૯૬૦ થી ૧૫-૦૪-૧૯૬૨, કુલ કાર્યકાળઃ ૬૫૪ દિવસ, વિશ્વનાથ દાસ, કાર્યકાળઃ ૧૬-૦૪-૧૯૬૨ થી ૩૦-૦૪-૧૯૬૭, કુલ કાર્યકાળઃ ૧,૮૪૧ દિવસ, બેઝવાડા ગોપાલા રેડ્ડી, કાર્યકાળઃ ૦૧-૦૫-૧૯૬૭ થી ૩૦-૦૬-૧૯૭૨, કુલ કાર્યકાળઃ ૧,૮૮૮ દિવસ
શશિકાંત વર્મા (કાર્યકારી)કાર્યકાળઃ ૦૧-૦૭-૧૯૭૨ થી ૧૩-૧૧-૧૯૭૨, કુલ કાર્યકાળઃ ૧૩૬ દિવસ, અકબર અલી ખાન, કાર્યકાળઃ ૧૪-૧૧-૧૯૭૨ થી ૨૪-૧૦-૧૯૭૪, કુલ કાર્યકાળઃ ૭૧૦ દિવસ, મરી ચેન્ના રેડ્ડી, કાર્યકાળઃ ૨૫-૧૦-૧૯૭૪ થી ૦૧-૧૦-૧૯૭૭, કુલ કાર્યકાળઃ ૧,૦૭૩ દિવસ
ગણપતરાવ દેવજી તાપસે કાર્યકાળઃ ૦૨-૧૦-૧૯૭૭ થી ૨૭-૦૨-૧૯૮૦, કુલ કાર્યકાળઃ ૮૭૯ દિવસ, ચંદ્રેશ્વર પ્રસાદ નારાયણ સિહ, કાર્યકાળઃ ૨૮-૦૨-૧૯૮૦ થી ૩૦-૦૩-૧૯૮૫, કુલ કાર્યકાળઃ૧,૮૫૮ દિવસ, મોહમ્મદ ઉસ્માન આરિફ, કાર્યકાળઃ ૩૧-૦૩-૧૯૮૫ થી ૧૧-૦૨-૧૯૯૦, કુલ કાર્યકાળઃ૧,૭૭૯ દિવસ, બી. સત્યનારાયણ રેડ્ડી, કાર્યકાળઃ૧૨-૦૨-૧૯૯૦ થી ૨૫-૦૫-૧૯૯૩, કુલ કાર્યકાળઃ ૧,૧૯૯ દિવસ
મોતીલાલ વોરા કાર્યકાળઃ ૨૬-૦૫-૧૯૯૩ થી ૦૩-૦૫-૧૯૯૬, કુલ કાર્યકાળઃ ૧,૦૭૪ દિવસ, મોહમ્મદ શફી કુરેશી (કાર્યકારી), કાર્યકાળઃ ૦૩-૦૫-૧૯૯૬ થી ૧૯-૦૭-૧૯૯૬, કુલ કાર્યકાળઃ ૭૮ દિવસ
રોમેશ ભંડારી કાર્યકાળઃ ૧૯-૦૭-૧૯૯૬ થી ૧૭-૦૩-૧૯૯૮, કુલ કાર્યકાળઃ ૬૦૭ દિવસ, મોહમ્મદ શફી કુરેશી (કાર્યકારી), કાર્યકાળઃ ૧૭-૦૩-૧૯૯૮ થી ૨૦-૦૪-૧૯૯૮, કુલ કાર્યકાળઃ ૩૫ દિવસ, સુરજ ભાન, કાર્યકાળઃ ૨૦-૦૪-૧૯૯૮ થી ૨૩-૧૧-૨૦૦૦, કુલ કાર્યકાળઃ ૯૪૯ દિવસ, વિષ્ણુકાંત શાીસ્ત્રીઃ કાર્યકાળઃ ૨૪-૧૧-૨૦૦૦ થી ૦૩-૦૭-૨૦૦૪, કુલ કાર્યકાળઃ ૧,૩૧૮ દિવસ, સુદર્શન અગ્રવાલ (કાર્યકારી), કાર્યકાળઃ ૦૩-૦૭-૨૦૦૪ થી ૦૮-૦૭-૨૦૦૪, કુલ કાર્યકાળઃ ૬ દિવસ, ટી. વી. રાજેશ્વર, કાર્યકાળઃ ૦૮-૦૭-૨૦૦૪ થી ૨૭-૦૭-૨૦૦૯, કુલ કાર્યકાળઃ ૧,૮૪૬ દિવસ
બી. એલ. જોષી કાર્યકાળઃ ૨૮-૦૭-૨૦૦૯ થી ૨૩-૦૬-૨૦૧૪, કુલ કાર્યકાળઃ ૧,૭૯૨ દિવસ, અઝીઝ કુરેશી (કાર્યકારી), કાર્યકાળઃ ૨૩-૦૬-૨૦૧૪ થી ૨૨-૦૭-૨૦૧૪, કુલ કાર્યકાળઃ ૩૦ દિવસ
રામ નાઈક, કાર્યકાળઃ ૨૨-૦૭-૨૦૧૪ થી ૨૮-૦૭-૨૦૧૯, કુલ કાર્યકાળઃ ૧,૮૩૩ દિવસ, આનંદીબેન પટેલ (હાલ કાર્યરત)કાર્યકાળઃ ૨૯-૦૭-૨૦૧૯ થી ૦૩-૦૮-૨૦૨૬ કુલ કાર્યકાળઃ ૨,૫૬૩ દિવસ (હજુ ચાલુ) આમ આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના ઇતિહાસ માં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ બન્યા છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ ની કેટલીક ઐતિહાસિક સિદ્ધિ ઓ જોઈએ તો ઐતિહાસિક રેકોર્ડ ૨૯ જુલાઈ ૨૦૧૯થી સતત સેવા આપીને ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ બન્યા. ૭ વર્ષથી વધુ સફળ કાર્યકાળ જુલાઈ ૨૦૨૬માં રાજ્યપાલ તરીકે ૭ વર્ષ પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો.
ઉચ્ચ શિક્ષણમાં સુધારાઃ રાજ્યની યુનિવર્સિટી ઓ માં પરીક્ષાઓ, પરિણામો, સંશોધન અને દીક્ષાંત સમારોહમાં સમયબદ્ધતા અને ગુણવત્તા પર ભાર મૂક્યો. નવી શિક્ષણ નીતિ (NEP-2020) ઉત્તર પ્રદેશમાં નવી શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણને પ્રોત્સાહન આપ્યું.
મહિલા સશક્તિકરણઃ મહિલા શિક્ષણ, સુરક્ષા, સ્વાવલંબન અને આત્મનિર્ભરતા માટે અનેક બાબતો ને પ્રોત્સાહિત કરી.
આરોગ્ય અને પોષણઃ ટીબી મુક્ત ભારત, પોષણ અભિયાન, માતા-બાળ આરોગ્ય અને કુપોષણ નિવારણ જેવા કાર્યક્રમોને પ્રાધાન્ય આપ્યું. સમાજના નબળા વર્ગોની સેવાઃ આંગણવાડી, અનાથાશ્રમ, દિવ્યાંગ સંસ્થાઓ અને વૃદ્ધાશ્રમો ની મુલાકાત લઈને કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી.
કોવિડ-૧૯ દરમિયાન સક્રિય માર્ગદર્શનઃ મહામારી દરમિયાન રાજ્ય સરકાર અને યુનિવર્સિટીઓ સાથે સંકલન કરીને જનહિતના કાર્યોને પ્રોત્સાહન આપ્યું.
લોકાભિમુખ રાજભવનઃ રાજભવન ને શિક્ષણ, સમાજસેવા અને જનકલ્યાણ સાથે વધુ સક્રિય રીતે જોડવાનો પ્રયાસ કર્યો.
અનોખી જાહેર સેવાઃ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. ઉત્તર પ્રદેશના ઇતિહાસ માં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ આનંદી બેન પટેલ ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
