News of Monday, 3rd August 2026
પૂર રાહત માટે ગુજરાત સહિત ૭ રાજ્યો માટે રૂ.૨,૧૧૭ કરોડનું એડવાન્સ ભંડોળ મંજૂર
રાહત-બચાવ કામગીરી માટે ગૃહમંત્રી અમિત શાહે લીલીઝંડી આપી

નવી દિલ્હી,તા.૦૩: દેશમાં દક્ષિણ-પヘમિ મનસૂન દરમિયાન સર્જાયેલી ભારે પૂરની સ્થિતિ સામે લડવા માટે કેન્દ્ર સરકારે મોટી નાણાકીય સહાયની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત સહિત પૂર પ્રભાવિત સાત રાજ્યો માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)ના કેન્દ્રીય હિસ્સામાંથી રૂ. ૨,૧૧૭.૮૫ કરોડના અગાઉથી મંજૂર (એડવાન્સ) ભંડોળને લીલી ઝંડી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં અસરકારક રાહત, બચાવ અને પુનર્વસનની કામગીરી માટે રાજ્યોને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે અને સ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
ચોમાસાની શરૂઆતથી જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે યોગ્ય સંકલન કરીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ બળ (NDRF)ની ટીમોની અગાઉથી તૈનાતી અને સંરક્ષણ મંત્રાલય તરફથી લોજાિસ્ટિકલ સહાય સહિત જ્યાં પણ જરૂર હોય ત્યાં તમામ સંભવિત મદદ પૂરી પાડી છે.
રૂ. ૨,૧૧૭.૮૫ કરોડની આ સહાયમાં પૂર પ્રભાવિત રાજ્યોને તાત્કાલિક રાહત આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે લ્ઝય્જ્નો પ્રથમ હપ્તો હિમાચલ પ્રદેશ, ઓડિશા અને નાગાલેન્ડને પહેલેથી જ મળી ચૂક્યો છે. રાહત કામગીરી અટક્યા વગર ચાલે તે માટે ગૃહ મંત્રીએ હિમાચલ પ્રદેશને રૂ. ૧૯૩.૯૫ કરોડ અને ઓડિશાને રૂ. ૫૦૦ કરોડના બીજા હપ્તાની રકમ એડવાન્સમાં મુક્ત કરવાની મંજૂરી આપી છે.
આ ઉપરાંત, સંસાધનોની તાકીદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખાસ છૂટછાટ આપતા માર્ગદર્શિકા હેઠળની દસ્તાવેજી પ્રક્રિયાઓ હળવી કરીને અરુણાચલ પ્રદેશને રૂ. ૪૪.૫૫ કરોડ, આસામને રૂ.૩૭૯.૩૫ કરોડ, ગુજરાતને રૂ.૫૦૦ કરોડ અને મહારાષ્ટ્રને રૂ. ૫૦૦ કરોડના પ્રથમ હપ્તાની રકમ એડવાન્સ તરીકે ફાળવી દીધી છે. આ નાણાકીય સહાયથી પ્રભાવિત રાજ્યોમાં ચાલુ રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
