તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
કાયદેસરની નોટિસ આપ્યા વિના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરાશે નહીં : સુરત નાસિરનગર ડિમોલિશનને લઈ હાઈકોર્ટનો આદેશ
હાઇકોર્ટે સુરત મનપાને આકરી ટકોર કરતાં જણાવ્યું છે કે કોઈપણ મિલકત સામે આકરાં પગલાં લેતાં પહેલાં તમામ સ્થાનિક મિલકતધારકોને પોતાની રજૂઆત કરવાનો પૂરતો મોકો આપવો અનિવાર્ય છે.

સુરતના નાસીરનગરમાં ડિમોલિશન મામલે મકાન માલિકોને હાઇકોર્ટ તરફથી મોટી આંશિક રાહત મળી છે.ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે યોગ્ય અને કાયદેસરની નોટિસ આપ્યા વિના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવશે નહીં.તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે.
હાઇકોર્ટે સુરત મહાનગરપાલિકાને આકરી ટકોર કરતાં જણાવ્યું છે કે કોઈપણ મિલકત સામે આકરાં પગલાં લેતાં પહેલાં તમામ સ્થાનિક મિલકતધારકોને પોતાની રજૂઆત કરવાનો પૂરતો મોકો આપવો અનિવાર્ય છે. નાગરિકોનો પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં.આ ઉપરાંત, કોર્ટે કડક નિર્દેશ આપ્યા છે કે ડિમોલિશનની આખી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું અક્ષરશઃ પાલન કરવાનું રહેશે. હાઇકોર્ટના આ હુકમથી નાસીરનગરના રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
