તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 3rd August 2026
આહીર સેના રાજકોટ શહેર પ્રમુખ તરીકે સુરજભાઈ ડેર જિલ્લા પ્રમુખ તરીકે ભાવેશભાઈ લોખીલની વરણી

રાજકોટઃ તા.૩, ગુજરાત મજબૂત સામાજિક સંગઠન એટલે ‘આહીર સેના ગુજરાત'. સમાજના ઉત્કર્ષ, એકતા અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત આ સંગઠન દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં શહેર, જિલ્લા અને તાલુકા કક્ષાએ સંગઠનને વધુ સશક્ત, સક્રિય અને ગતિશીલ બનાવવા માટે સંગઠનાત્મક માળખામાં નવરચના કરવામાં આવી રહી છે.
આ અનુસંધાને આહીર સેના ગુજરાતની પ્રદેશ કોર કમિટી અને મોવડીમંડળ દ્વારા રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના સંગઠનને નવી દિશા અને ગતિ આપવા માટે બે યુવા અને તેજસ્વી ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ તરીકે સુરજભાઈ ડેર તથા રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે ભાવેશભાઈ લોખીલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂકથી રાજકોટના સ્થાનિક આહીર સમાજમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે.
આ બન્ને યુવા અગ્રણીઓની નિમણૂકથી સમગ્ર આહીર સમાજમાં અત્યંત આનંદ અને હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. સુરજભાઈ ડેર અને ભાવેશભાઈ લોખીલ બન્ને યુવા નેતાઓ છે જેઓ સૌને સાથે લઈને ચાલવાની સકારાત્મક અને સર્વસમાવેશક વિચારધારા ધરાવે છે. સમાજના શિક્ષિત, નિષ્ઠાવાન અને સક્રિય આગેવાનો તરીકે તેઓએ પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ભૂતકાળમાં પણ આ બન્ને આગેવાનોએ સમાજના શૈક્ષણિક પ્રકલ્પો, વિદ્યાર્થી સન્માન સમારોહ, દીકરીઓ માટેના સમૂહલગ્ન, રક્તદાન શિબિર, સામાજિક અને સાંસ્કળતિક કાર્યક્રમો તથા મેડિકલ કેમ્પ જેવી અનેકવિધ સેવાકીય પ્રવળત્તિઓમાં પોતાનું નોંધપાત્ર અને અગ્રેસર યોગદાન આપેલું છે.
(3:38 PM IST)










