તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
પેટાચૂંટણીઃ ગુજરાતમાં ભાજપ તો બિહારમાં પ્રશાંત કિશોર આગળ
વડોદરાની માંજલપૂર બેઠક પર ભાજપના ઉમેદવાર સતીષ પટેલ ૮૩૭૩ મતોથી આગળ : પટણાની બહુરચિત બાંકીપુર બેઠક પર સૌની નજરઃ બીજા રાઉન્ડમાં ભાજપ પાછળઃ જનસુરાજના પ્રશાંત કિશોર આગળ

નવી દિલ્હી તા.૩: દેશનાં રાજયોમાં આજે પેટા ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. વડોદરાની માંજલપૂર બેઠક પર ભાજપના ઉમેદવાર ૮૩૦૦ મતોથી આગળ છે જયારે બિહારની બાંકીપૂર બેઠક પરથી જનસુરાજના પ્રશાંત કિશોર આગળ ચાલી રહ્યા છે.
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ખાતે કડક સુરક્ષા વચ્ચે કાઉન્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીમાં કુલ ૨૬૦ મતદાન મથકોના મતોની ગણતરી માટે ૧૪ ઇવીએમ કાઉન્ટિંગ ટેબલ અને ૧ પોસ્ટલ બેલેટ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા કુલ ૧૯ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ચૂંટણી જંગ છે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતા આ સીટ ખાલી પડી અને તેના માટે પેટાચૂંટણી યોજાઈ.
વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સતીષ પટેલ હરીફ કરતાં ચોથા રાઉન્ડનાં અંતે ૮૩૭૩ મોતથી આગળ ચાલી રહ્યા છે.
બિહારની બાંકીયું બેઠક પર જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર આગળ ચાલી રહ્યાં છે. બીજા રાઉન્ડના અંતે તેમને ૧૧૯૭ મતોની સરસાઇ મળી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
