તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Monday, 3rd August 2026
ભારતનગરમાં વનીતાબેન સોલંકીના ઘરમાંથી રૂપિયા ૧.૩૦ લાખની ચોરી
પતિ-પત્નિ-દિયર ઘરમાં સુતા હતાં એ દરમિયાન તસ્કર રોકડ, દાગીના, મોબાઇલ ચોરી ગયો

રાજકોટ તા. ૩: શહેરના ભાવનગર રોડ પર આવેલા ભારતનગરમાં ં બંધ મકાનને નિશાન બનાવી તસ્કર રૂપિયા, સોનાના ઘરેણાં અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૩૦,૦૦૦ ની મત્તા ચોરી ગયો છે.
આ બનાવમાં થોરાળા પોલીસે ભારતનગર મેઇન રોડ ખોડીયાર સર્વિસવાળી શેરીમાં આજીડેમ ચોકડી પાસે ગોવિંદભાઇ ખોડાભાઇ લાંબરીયાના મકાનમાં ભાડેથી રહેતાં મુળ ભાવનગરના સિહોરના મઢડા ગામના વનીતાબેન રાહુલભાઇ સોલંકી (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૨૮/૦૭ના રોજ તેમના દિયર કરણભાઈ ઘરે આવ્યા હતા. રાત્રે વાતચીત કર્યા બાદ પરિવારે ઘરનો દરવાજો બંધ કરીને ઊંઘી ગયા હતા.
વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યે વનીતાબેન જાગતા ઘરનો દરવાજો ખુલ્લો જણાતાં શંકા ગઈ હતી. તપાસ કરતા ઘરમાં મુકેલા ત્રણ મોબાઈલ ફોન ૩૦ હજાર, ૮ હજાર અને ૭ હજારના ગાયબ હતા. ત્યારબાદ કબાટમાં તપાસ કરતા તેમાં રાખેલા રૂપિયા ૪૨,૦૦૦ રોકડા તથા રૂપિયા ૪૩,૦૦૦ ની કિંમતની સોનાની બુટ્ટી પણ ગાયબ મળી આવી હતી આમ કુલ ૧,૩૦,૦૦૦ની માલમત્તા ગાયબ હતી. આ બનાવ પછી મુળ વતન મઢડા જતાં રહ્યા હતાં. પરત આવી ઘરમેળે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. થોરાળા પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્સ. ડી. એચ. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:25 PM IST)










