<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

સામ, દામ, દંડ, ભેદથી કોઈપણ ભોગે મને હરાવવાનો પ્રયાસ થયો :માંજલપુરની પેટાચૂંટણી પરાજીત કોંગ્રેસના ઉમેદવારનો બળાપો

ચૂંટણીમાં આચારસંહિતાનો સરેઆમ ભંગ થયો હોવાનો ભીખાભાઈ રબારીનો આક્ષેપ કર્યો

વડોદરાના માંજલપુર પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીનું નિવેદન. સામ, દામ, દંડ, ભેદથી કોઈપણ ભોગે મને હરાવવાનો પ્રયાસ થયો છે. મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત આખી સરકારી મશીનરી મારી વિરુદ્ધ ઉતારી દેવાઈ હતી. મારા વિરુદ્ધ ભયનો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં આચારસંહિતાનો સરેઆમ ભંગ થયો હોવાનો ભીખાભાઈ રબારીનો આક્ષેપ કર્યો છે. ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ-નગારા વગાડ્યા, મારા મતદારો ગભરાઈ ગયા. મારા કાર્યકરોને મારવામાં આવ્યા” લોકશાહી રીતે ચૂંટણી લડી શક્યો નથી, મને ન્યાય મળ્યો નથી. આચારસંહિતાના ભંગથી મને ભારે દુઃખ થયું . છેલ્લી ઘડી સુધી જનતાનો મને સારો પ્રતિસાદ મળ્યો હતો. 50 વર્ષથી વડોદરા શહેર અને મતવિસ્તારની સેવા કરી રહ્યો છું. મરતા સુધી જનતાની સેવા કરતો રહીશ તેમ તેમણે જણાવ્યું હતું.

(7:09 PM IST)