<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

માલવીયા ચોકમાંથી રિક્ષા ચોરી ફેરા કરતાં શાપરના કોૈશિકને એ-ડિવીઝન પોલીસે પકડયો

મુળ સુરેન્‍દ્રનગરનો શખ્‍સ કપીલા હનુમાન મંદિર પાસેથી સકંજામાં : હેડકોન્‍સ. કરણભાઇ વિરસોડીયા, કનુભાઇ બસીયા, ધર્મેશભાઇ પરમારની બાતમી પરથી પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ ચાવડા અને ટીમે પકડયો

રાજકોટ તા. ૩: વાહન ચોરીના બનાવો અટકાવવા અને આવા ગુનાઓ તેમજ મોબાઇલ ફોન ચોરી, ચીલઝડપ, લૂંટ, ઘરફોડ  ચોરીના ગુના અટકાવવા-ડિટેક્‍ટ કરવા એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કનુભાઇ બસીયા અને કરણભાઇ વિરસોડીયા તથા ધર્મેશભાઇ પરમારની બાતમી પરથી પાસેથી ચોરાઉ સીએનજી રિક્ષા સાથે કોૈશિક બીપીનભાઇ સોલંકી (રહે. શાપર વેરાવળ, જગદીશ કોટન પાસે, મુળ સુરેન્‍દ્રનગર આંબેડકરનગર-૧)ને રામનાથપરા નજીક કપીલા હનુમાન મંદિર પાસેથી પકડી લીધો હતો.

આ શખ્‍સ જીજે૨૩ઝેડ-૫૧૨૬ નંબરની રિક્ષા લઇને નીકળ્‍યો હતો. પહેલા તો રિક્ષા પોતાની હોવાનું  રટણ કર્યુ હતું. પણ પોલીસે  કાગળો વગેરે માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં રિક્ષા ચોરાઉ હોવાનું જણાતાં વધુ પુછતાછ કરતાં તેણે એક લાખની કિંમતની આ રિક્ષા ચારેક દિવસ પહેલા માલવીયા ચોક પાસેથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અને પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. કનુભાઇ બસીયા, કલ્‍પેશભાઇ બોરીચા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ પરમાર અને કોન્‍સ. તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી. 

(3:50 PM IST)