News of Monday, 3rd August 2026
ઉપલેટાના લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરાની ચાર પેઢીઓથી જીવંત રહેલી પરંપરાગત કલાત્મક સૂડી હસ્તકળાને મળ્યું રાષ્ટ્રીય સન્માન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ તા.૩, ઉપલેટા સ્થિત લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરા દ્વારા છેલ્લા ચાર પેઢીથી નિર્માણ પામતી પરંપરાગત કલાત્મક સૂડીની અનોખી હસ્તકળા, તેની નિર્માણ પ્રક્રિયા તેમજ ઐતિહાસિક પરંપરા અંગે વિસ્તળત માહિતી રજૂ કરવામાં આવી હતી. ઉપલેટાની આ પરંપરાગત સૂડી હસ્તકળાએ ભૂતકાળમાં પણ અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ અને સન્માનો પ્રાપ્ત કરીને લુહાર સમાજ તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રસંગે લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરા વતી તેમના પુત્ર સાવનભાઈ સિદ્ધપુરાએ જગદીશભાઈ વિશ્વકર્માને પરંપરાગત કલાત્મક સૂડીની વિશેષ ભેટ અર્પણ કરી હતી.
શ્રી વિશ્વકર્માએ આ પરંપરાગત હસ્તકળાની હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારતીય પરંપરાગત કારીગરીને દેશ-વિદેશમાં વધુ ઓળખ અને સન્માન મળે, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તેમજ આવી અમૂલ્ય હસ્તકળાનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે સમયની આવશ્યકતા છે.
આ મુલાકાત સમગ્ર લુહાર સમાજ તેમજ લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરાના પરિવાર માટે ગૌરવની અવસ્મરણીય ક્ષણ બની રહી હતી. સાથે જ, આ પ્રસંગે ઉપલેટાની પરંપરાગત સૂડી હસ્તકળાને રાષ્ટ્રીય સ્તરે વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને ભાવિ પેઢીમાં આ અમૂલ્ય વારસાના સંવર્ધન, સંરક્ષણ તથા પ્રચાર-પ્રસાર માટે નવી પ્રેરણા મળી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
