તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 3rd August 2026
હરિહર ચોક - સદરના પુલનું કામ ગોકળગતિએઃ લોકો-વિદ્યાર્થીઓ-દર્દીઓને પારાવાર મુશ્કેલી
એક વર્ષથી ચાલતા કામમાં ગતિ લાવોઃ શાસકોને ઢંઢોળતું કોંગ્રેસ જન્માષ્ટમી પહેલા કામ પુરૂ કરાવોઃ કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી

રાજકોટ, તા.૩: શહેરના અતિ ભીડ ભાળ વાળા વિસ્તાર સદર બજાર પાસે ના ચોક મા આવેલ રાજકોટ ના સૌથી જુના વોકળા ઉપર આવેલ રાજાશાહી વખત ના પુલ ના નવીન કરણ ની ગોકળગાય ગતીએ ચાલતી કામગીરી ના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
રાજકોટ શહેરનો સદરનો વોંકળો જૂનો અને શહેરની મધ્યમાંથી પસાર થઈ અજી નદીમાં મળે છે નાની નદી જેટલીજ પોહાઈ અને લંબાઈ ધરાવતો આ વોંકળો ડ્રાય ( માત્ર વરસાદી પાણી ના નિકાલ માટે જ ઉપયોગ લેવાનો છે જે નેચરલ વોટર વે તરીકે જ ઉપયોગ મા લેવાનો હોવા છતા ગેકાયદેસર ભૂગર્ભ કનેકશનો ના કારણે બારે માસ ગટર ના ગંધાતા પાણી થી ઉભરાતો રહે છે.
આ વોકળાં ઉપરના અનેક ગેર કાદેસર દબાણો ના કારણે પણ આ વોંકળો એની મૂળ સ્થિતિ ગુમાવતો જાય છે કરોડો રૂપિયાના ડ્રેનેજ કોન્ટ્રાકટ પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વોકળાં ની પુરી સફાઈ પણ થતી નથી.
એક વર્ષ થી ઉપર નો સમય વીતવા છતા અતિ ભીડ ભાડ વાળા આ રસ્તા ને બંધ કરી દેવામા આવ્યો છે જેના કારણે સદર બજાર પરા બજાર મોચી બજાર રૈયા નાકા ટાવર તેમજ સૌરાષ્ટ્ર ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અને ચૌધરી હાઈસ્કુલ અને મીનાબેન કુંડલીયા મહિલા કોલેજ તરફ જતા સૌ -કોઈને મુશ્કેલી વેઠવી પડે છે તેમજ આ વિસ્તારમા વસવાટ કરતા નાગરિકો પણ રોજેરોજ ટ્રાફિક સમસ્યા નો સામનો કરવો પડે છે.
નજીકના દિવસોમા જન્માષ્ટમીના ત્યોહારો અને લોકમેળો પણ આવી રહ્યો છે ત્યારે ટ્રાફિક ની સમસ્યા વધુ સર્જાસે જે ધ્યાને લઈ વ્યાપક જન હિત ને અસર કરતા પ્રશ્નએ શાસકો પ્રજાહિત ના કાર્યો કરવા મેદાને આવે અને ગોકળગાય ગતીથી ચાલતી આ વોકળાંની કામગીરીમા ગતિ લાવી જન્માષ્ટમી ના ત્યોહાર પહેલા ઝડપી કામગીરી પૂર્ણ કરાવે
(3:28 PM IST)










