તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
બાંધકામ સાઇટો પરથી પ્લેટો ચોરનાર, વેંચાતી રાખનાર સહિત ત્રણ પાસામાં
ક્રાઇમ બ્રાંચ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, ભરતભાઇ વનાણી સહિતે વોરન્ટ બજણવી કરી મહેસાણા, અમદાવાદ, પાલનપુર જેલમાં ધકેલ્યા

રાજકોટ તા. ૩: શહેર વિસ્તારમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવાતી કિંમતી એલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરનાર તથા ચોરીનો માલ હોવાનું જાણવા છતાં આવો ચોરાઉ માલ ખરીદનાર સહિત ત્રણને પાસા તળે જેલમાં ધકેલી દેવાયા છે. ક્રાઇમ બ્રાંચે આ વોરન્ટની બજવણી કરી હતી.
પાસા હેઠળ અટકાય કરાયેલા ત્રણ શખ્સોમાં મનોજ ક્રાંતિભાઇ સોલંકી (ઉ.વ.૩૦, ધંધો- ભંગારનો ડેલો, રહે. હાલ, હુડકો ચોકડી, નાડોદાનગર શેરી નં.-૩, કોઠારીયા રોડ)ને મહેસાણા જેલમાં, રોહિત ઉર્ફે બાવલો મનજીભાઇ વાઘેલા (ઉ.વ.૨૦, ધંધો-મજુરી, રહે. મોટા મવા ગામથી પરસાણા ચોકના રસ્તે ઝુપડામાં, કણકોટ રોડ)ને અમદાવાદ જેલ અને કલ્પેશ અર્જુનભાઇ માથાસુરીયા (ઉ.વ.૨૧, ધંધો-શાકભાજી, રહે. ભીમનગર સર્કલની બાજુમાં, મચ્છી માર્કેટ પાસે ઝુપડામાં)ને પાલનપુર જેલમાં મોકલી દેવાયા છે.
આરોપીઓ વિરૂધ્ધ બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનીયમની મોંઘી લાખોની પ્લેટો ચોરી કરી વેંચી દેવા અંગ આ આરોપીઓ વિરૂધ્ધ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩ અને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં ૧ મળીને કુલ ૪ ગુન્હાઓ નોંધાયેલા છે. ચારેયને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચે તૈયાર કરી હતી. જે દરખાસ્તને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી હતી.
વોરન્ટ બજવણીની ામગીરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવ તથા એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, અનીલભાઇ સોનારા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, ગરીરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ રાજેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.
(3:49 PM IST)










