તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ગોંડલના ચોરડી ગામની સીમમાં જૂગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકીઃ ૭ પકડાયા
ભાગમાં રાખેલ વાડીના ગોડાઉનમાં વિમલ હદવાણી જૂગાર રમાડતો'તોઃ ૧.૮૮ લાખની રોકડ સહિત ૩.૭૮ લાખનો મુદામાલ કબ્જે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ :.. ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી ૭ જુગારીઓને ઝડપી પાડ્યા છે અને કુલ રૂપિયા ૩,૭૮,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એલસીબી શાખાની ટીમ પ્રોહિબિશન અને જુગારની ડ્રાઇવમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચોરડી ગામનો વિમલ સુરેશભાઈ હદવાણી જુગારનો અખાડો ચલાવે છે. તેણે ગોંડલના રમેશભાઈ ચાવડાની ચોરડી ગામની ખડી વિસ્તારની સીમમાં આવેલી વાડી ભાગમાં વાવવા માટે રાખી હતી. આ વાડીના ગોડાઉનમાં તે બહારથી માણસો બોલાવી, તેમને તમામ સુખ-સુવિધા પૂરી પાડીને ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમી રહેલાં ચોરડી નાં વિમલભાઇ સુરેશભાઈ હદવાણી,ગોમટા નાં હેમાંગભાઇ કાંતિભાઈ મણવર,ચોરડીનાં પ્રકાશભાઈ બાબુભાઇ હદવાણી,પાટીદડ નાં ગોપાલભાઈ નટુભાઈ ખાચર,ગોમટા નાં નિતિનભાઇ હરજીભાઇ હદવાણી,ચોરડી નાં આંબાભાઇ ગોગનભાઇ માવલીયા, અને ગોમટા નાં જેનિશભાઇ રમેશભાઈ કાથરોટીયા ને જડપી લઇ કાર્યવાહી કરી હતી.
ઝડપાયેલા પૈકી પ્રકાશભાઈ હદવાણી અગાઉ બી ડીવીઝન પોલીસ,નિતિનભાઇ હદવાણી તથા આંબાભાઇ માવલીયા સામે તાલુકા પોલીસ માં જુગાર અંગે ગુના નોંધાઇ ચુકયા છે.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૧,૮૮,૮૦૦, કુલ ૮ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૪૦,૦૦૦ અને ૫ વાહનો કિંમત રૂ. ૧,૫૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૩,૭૮,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
