<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

જામનગર મનપાની આરોગ્ય શાખાનો સપાટો :38 પેઢીઓમાં સઘન તપાસ: 171 વાસી ખોરાક અને 75 પેકેટ એક્સપાયરી ડેટવાળો માલ જપ્ત કરી નાશ કરાયો

ગુલાબનગરમાં વિના લાયસન્સે મટનનું વેચાણ કરનાર સામે એડજ્યુડીકેટીંગમાં ફરિયાદ દાખલ :મરચું-ધાણાજીરું પાવડરના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા: બેડી બંદર, જોડિયા ભૂંગા સહિતના વિસ્તારોમાંથી પાણી અને ખાદ્ય સામગ્રીના કુલ 9 નમૂના લેવાયા

જામનગરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ, શહેરના વિવિધ વિસ્તારોમાં 38 પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. અસ્વચ્છ સ્થળેથી 171 વાસી ખોરાક અને 75 પેકેટ એક્સપાયરી ડેટવાળો માલ જપ્ત કરી નાશ કરાયો. રેકડી અને હોટેલોમાંથી 53 kg પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો નાશ કરાયો હતો . ગુલાબનગરમાં વિના લાયસન્સે મટનનું વેચાણ કરનાર સામે એડજ્યુડીકેટીંગમાં ફરિયાદ દાખલ કરાઈ છે . હાઇજેનિક કંડિશન જાળવવા કડક સૂચના. પનીર, ચીઝ કે બટરના એનાલોગ વાપરતા વેપારીઓએ ગ્રાહકોને બિલ અને બોર્ડ પર સ્પષ્ટતા કરવી ફરજિયાત છે . ખાદ્ય પદાર્થોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને હાઇજેનિક કંડિશન જાળવવા મનપા દ્વારા તાકીદ કરાઈ છે . મરચું-ધાણાજીરું પાવડરના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. બેડી બંદર, જોડિયા ભૂંગા સહિતના વિસ્તારોમાંથી પાણી અને ખાદ્ય સામગ્રીના કુલ 9 નમૂના લેવાયા છે.

(10:12 PM IST)