તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
મુળીના ખાટડી ગામે હિંસક પ્રાણી ત્રાટકતા ૨૨ ઘેટા-બકરાના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩: મૂળી તાલુકાના ખાટડી ગામ નજીક આવેલી જ્ઞાન વાવ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં માલધારીઓ પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક કૂતરા જેવા દેખાતા એક અજાણ્યા હિંસક પ્રાણીએ પશુઓના ઝૂંડ પર ત્રાટકીને ભારે તારાજી સર્જી હતી.
આ હુમલામાં ૨૨ જેટલાં ઘેટાં-બકરાંના મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર પંથકના પશુપાલકોમાં ભારે ફફડાટ સાથે દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.પ્રત્યક્ષદર્શી માલધારીઓના જણાવ્યા અનુસાર, કૂતરા જેવો દેખાવ ધરાવતા આ અજાણ્યા પ્રાણીએ અત્યંત હિંસક બની પશુઓ પર હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે, આ પ્રાણીએ એકપણ પશુને ખાધું નથી, પરંતુ માત્ર પોતાના તીક્ષ્ણ પંજા અને દાંત વડે પશુઓને બચકાં ભરી ફાડી નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ અંગે માલધારીઓ રણછોડભાઈ, મોતીભાઈ
સહિતના જણાવ્યું હતુ કે રાતના સમયે પશુઓ આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કૂતરા જેવું દેખાતું અલગ પ્રકારનું પ્રાણી ઘેટાં બકરાના ઝૂંડમાં આવી પહોચ્યું હતું.
અને તમામ પશુને ગાળાના ભાગે બચકું ભરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. માલધારીઓ બચાવવા વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કર્યો હતો. સદનસીબે માલધારી ને કઈ થયું નથી. જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.
એકસાથે ૨૨ પશુઓના મોતથી માલધારી પરિવાર પર આર્થિક આફત આવી પડી છે.
જો તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રાણીને પકડવામાં નહીં આવે, તો ભવિષ્યમાં માનવજિંદગી પર પણ મોટું જોખમ ઊભું થઈ શકે છે. ગ્રામજનોએ આર્થિક વળતર અને પ્રાણીને ત્વરિત પકડવાની માંગ કરી છે.(
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
