તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
સોરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવતઃ વરસાદનું જોર ઘટયુ
બીજા રાઉન્ડમાં પણ દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છમાં વરસાદની ઘટઃ હજુ સાર્વત્રિક ધોધમાર વરસાદની રાહ

રાજકોટ તા.૩: રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે વરસાદનું જોર ઘટયુ છે. કાલે સાંજ સુધી વરસાદ પડયા બાદ આજે સવારે સૂર્યનારાયણે દર્શન દીધા હતા. જો કે ત્યારબાદ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને સાર્વત્રિક વરસાદની સો કોઇ રાહ જોઇ રહયા છે.
બીજા રાઉન્ડમાં પણ દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ સહિતના જીલ્લાઓમાં હજુ વરસાદની ઘટ યથાવત છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરના ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીમાં સવા ર ઇંચ, મોટી બાણુગાર, જામવંથલીમાં એક ઇંચ જયારે મોટા પાંચ દેવડામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. અન્યત્ર હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.
જામનગરનું મહતમ તાપમાન ૨૯ ડિગ્રી, લઘુતમ ૨૬, ભેજ ૯૨ ટકા, પવનની ગતિ ૧૧.૧ કિ.મી. રહી હતી. લાલપુરમાં અડધો ઇંચ તથા જામનગર, કાલાવડ, જામજોધપુરમાં ઝાપટા વરસ્યા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગડઃ જુનાગઢમાં ૧ ઇંચ, ભેંસાણમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. માણાવદર, વંથલી, વિસાવદર, મેંદરડા, કેશોદ, માળીયાહાટીનામાં ઝાપટા પડયા છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
