<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું વાવેતર: AMCનાં રૂ.૪૦૫ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ‘એક પેડ માં કે નામ’ આહ્વાન બન્યું જન આંદોલન, ભાવિ પેઢીને છાંયડો આપવો હશે, તો આજે શતાયુ વૃક્ષોનું આવરણ બનાવવું પડશે : અમિતભાઇ શાહ પૃથ્વીને જીવવાલાયક બનાવી રાખવા માટે દરેક ઘર પર સોલાર રૂફટોપ અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા કેન્દ્રીય ગૃહમંત્રીનું આહ્વાન : અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. ૨૮,૪૯૨ કરોડનાં કામો પૂર્ણ, વર્ષ-૨૦૨૯ સુધીમાં ગ્રીનકવર ૨૦ ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય : ભુપેન્દ્ર ભાઈ પટેલ 'એક પેડ માં કે નામ 2.O' અભિયાન અંતર્ગત ગ્રીન કવર વધારવા રાજ્યમાં ૧૦.૯૬ કરોડ વૃક્ષો અને ૮૨ જેટલાં 'નમો વન'માં ૧૪ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ ૧૦૧ ઓક્સિજન પાર્કનું ઈ-લોકાર્પણ અને ૧૫૫ નવી AC ઇલેક્ટ્રિક BRTS-AMTS બસોનું લોકાર્પણ કરાયું4:50 PM IST

માલેતુજારોની મદિરા પાર્ટીઃ ખાધું,‘પીધું',પકડાયા ને છુટી ગયા : ઉદ્યોગપતિએ બર્થડેની આગોતરી પાર્ટી આપીઃ આમંત્રીતો ‘હોંશે હોંશે' ગયા અને ‘મદહોશ' થયા, પણ પોલીસ ત્રાટકતાં ‘હોંશ ઉડી ગયા' : રાજકોટની સરાઝા હોટેલમાં ઉદ્યોગપતિએ પોતાના જન્‍મદિવસ પહેલા યોજેલી પાર્ટીમાંથી તેના સહિત ૩૮ પીધેલા પકડાયાઃ જેમાં હોટેલના મેનેજર, બે કર્મી પણ સામેલઃ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયોઃ ૩૩ મહિલાઓ પણ પાર્ટીમાં હતીઃ જો કે કોઇએ પીધો ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું: છતાં હોસ્‍પિટલે લઇ જઇ બ્‍લડ સેમ્‍પલ લેવડાવાયાઃ હવે આગળની તપાસ માલવીયાનગર પોલીસ કરશે : ગયા હતાં મજા કરવા, થઇ ગઇ કજા....અમુકે હજુ ગળા ભીના કર્યા હતાં, અમુકને પેટ સુધી પહોંચી ગયો હતોઃ મહેફીલમાં રંગ જામુ, જામુ હતો ત્‍યાં ‘ખાખી'એ રંગ બતાવ્‍યો અને ‘મજા' મરી પરવારીઃ ટેબલ ક્‍લોથથી ચહેરા છુપાવવા પડયાઃ કાર્યવાહી બાદ જામીન પર છુટયા પછી પાછલા બારણેથી નીકળી ઘરે પહોંચવાની નોબત આવી11:02 AM IST