તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર દલપુર નજીક જોગણી માતાના મંદિરમાં ચોરી :સમગ્ર ઘટના CCTVમાં કેદ
મધ્યરાત્રિએ 2 અજાણ્યા યુવકોએ દાનપેટી તોડી આશરે 10 હજાર રૂપિયાની રોકડ ચોરી કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ હાઈવે પર દલપુર નજીકના જાણીતા જોગણી માતાના મંદિરમાં ચોરીની ઘટના મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જોગણી માતાના મંદિરમાં અજાણ્યા બે યુવકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પવિત્ર ધાર્મિક સ્થળ પર થયેલી ચોરીને પગલે સ્થાનિક રહીશો અને દર્શનાર્થીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત 10 જુલાઈની મધ્યરાત્રિએ બે અજાણ્યા યુવકો મંદિરના પરિસરમાં પ્રવેશ્યા હતા. આ તસ્કરોએ મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટીને તોડ્યા બાદ તેમાંથી આશરે દશેક હજાર રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરીને બંને યુવકો ચાલાકીપૂર્વક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
