<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના આપ્તજનોને મળી સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વ. મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પૂર્વ મંત્રી અને અગ્રણી આદિવાસી સમાજ સેવક સ્વર્ગસ્થ મોહન સિંહ રાઠવાની  પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ છોટાઉદેપુર સ્થિત મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસ પાવી જેતપુર ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં સદગત મોહન સિંહ રાઠવાની તસવીર સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કરીને ભાવાંજલિ આપી હતી.
મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ મોહન સિંહ રાઠવાના શોક સંતપ્ત પરિવારજનોને રૂબરૂ મળીને દિલસોજી  વ્યક્ત કરવા સાથે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રાર્થના સભામાં  ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ,રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, સાંસદ સર્વ જશુભાઈ રાઠવા, મનસુખ વસાવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા, લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ રેલમંત્રી નારણભાઈ રાઠવા તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધર્મગુરુઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા સાથે સદગતના આત્માની શાંતિ ની પ્રાર્થના કરી હતી

(8:46 PM IST)