<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો

દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર

નવી દિલ્હી:ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાંથી આખી ગ્લોબલ ઇકોનોમીને થરથરાવી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ભયાનક અને કાળજું કંપાવી દેતી સનસનાટીભરી આફત સામે આવી છે! દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જિન અને ટેક જાયન્ટ ગૂગલની પેરેન્ટ કંપની 'આલ્ફાબેટ' (Alphabet Inc.) ના શેરમાં ટ્રેડિંગ દરમિયાન એવો તો ખતરનાક અને લોહિયાળ કડાકો બોલ્યો કે માત્ર ૫ મિનિટની નાની એવી ક્ષણમાં કંપનીના કરોડો ડૉલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે આશરે ૪૮ લાખ કરોડ રૂપિયા ($60 Billion) પાણીમાં ધોવાઈ ગયા.
ગૂગલ અને તેની પેરેન્ટ કંપની અલ્ફાબેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. કંપની ડેટા સેન્ટર, કમ્પ્યુટિંગ ક્ષમતા અને AI ટેક્નોલોજીના વિકાસ પાછળ જંગી ખર્ચ કરી રહી છે. જોકે, આટલા મોટા ખર્ચ સામે કંપનીને કેટલો નફો મળશે તે અંગે રોકાણકારોમાં સવાલો ઊભા થયા છે. અલ્ફાબેટે જુલાઈમાં જણાવ્યું હતું કે તેનો મૂડી ખર્ચ વધીને આશરે 205 અબજ ડોલર થયો છે, જે અગાઉના વર્ષની સરખામણીએ લગભગ બમણો છે. આટલા મોટા રોકાણ છતાં કંપનીની આવકમાં અપેક્ષા પ્રમાણે વૃદ્ધિ ન દેખાતાં રોકાણકારોની ચિંતા વધી હતી.
કંપનીએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ રોકાણકારોએ મોટા પાયે શેર વેચવાનું શરૂ કર્યું હતું. તેના કારણે અલ્ફાબેટના શેર માત્ર 5 મિનિટમાં 13.2 ટકા તૂટીને 279.43 ડોલર પર પહોંચી ગયા હતા. આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે 500 અબજ ડોલર એટલે કે 48 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. કંપનીના માર્કેટ વેલ્યૂમાં નોંધાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અલ્ફાબેટે ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામોમાં કુલ 111.2 અબજ ડોલરની આવક નોંધાવી હતી. જોકે, આ આંકડો વિશ્લેષકોના અંદાજ કરતાં ઓછો રહ્યો હતો. કંપનીની કુલ આવકમાં અડધાથી વધુ હિસ્સો ધરાવતા જાહેરાતના વ્યવસાયમાં પણ નરમાઈ જોવા મળી હતી. જાહેરાતમાંથી થતી આવક છેલ્લાં પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચા સ્તરે રહી હતી. જાહેરાત કંપનીની આવકનો મુખ્ય સ્ત્રોત હોવાથી તેમાં આવેલી સુસ્તીએ રોકાણકારોની ચિંતા વધારી હતી. AI ક્ષેત્રમાં સતત વધી રહેલા ખર્ચ વચ્ચે આવકના મુખ્ય સ્ત્રોતમાં જ નબળાઈ દેખાતાં શેરમાં વેચવાલી વધી હતી.

 

(5:16 PM IST)