<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

વેરાવળ મોટા કોળીવાડા એસ.એમ.સી ની જુગારધામ રેડ બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ

PI 2 અને PSI 3 પાંચ અધિકારીઓ લિવ રિઝર્વમાં:એસ.પી એ ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને SITની રચના કરી :ચાર પોલીસકર્મીઓ ફરજ મોકૂફ કરાયા

( દિપક કક્ક્ડ દ્વારા ) વેરાવળ શહેરના મોટા કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી જુગારધામ પરની રેડ દરમિયાન આશરે 200 જેટલા લોકોના ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ ખુની હુમલો આ ઘટનામાં પીએસઆઇ સિસોદિયા એ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર બનાવને લઈને નોંધાયેલી જુગાર તથા સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા તેમના 7 દિવસ ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ શહેર માં આટલા મોટા જુગારધામ માં એસએમસી એ દરોડો પાડેલ હતો જેમાં પી.એસ.આઈ તથા તેની ટીમ ઉ પર ફરજ માં રૂકાવટ કરી ખુની હુમલો કરેલ હતો.
આ ઘટનાના અનુસંધાને આઈ.જી રાજેન્દ્રસિંહ ચુડાસમા,એસ.પી જયદીપસિંહ જાડેજા સહીત એ સએમસી ના અધિકારીઓ ભારે હરકત માં આવી ગયેલ હતા આરોપીની ધરપડક બાદ વહીવટી પગલાંરૂપે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એસ. વી. રાજપૂત, એલસીબી પીએસઆઈ એચ.એલ. જેબલિયા, એલસીબી પીએસઆઇએ. સી. સિંધવ, વેરાવળ સિટી પીઆઈ ગઢવી તથા રામભરોસા પોલીસ ચોકીના પીએસઆઈ પ્રજાપતિને લિવ રિઝર્વમાં મુકેલ છે
તેમજ વેરાવળ શહેર માં ફરજ બજાવતા નરવણસિંહ કાકુભા ગોહીલ, એ.એસ.આઇ. અજીતસિંહ ગાંડાભાઇ પરમાર, એ.એસ.આઇ. નટુભા ભાભલુભા બસીયા, પો.હેડ કોન્સ., વેરાવળ પ્રદિપસિંહ વાલાભાઇ ખેર વેરાવળના ચાર પોલીસકર્મીઓ ફરજ મોકૂફ કરાયા છે.
ગીર સોમનાથ એસ.પી જયદીપસિંહ જાડેજા એ જણાવેલ હતું કે પો લીસ વિભાગે ગંભીર ગુનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે તે મજ સીટ ની રચના કરેલ છે જેમાં ડીવાયએસપી અમીત ખટાણા ના અધ્ય ક્ષ સ્થાને પ્રભાસપાટણ પી.આઈ વી.બી.પીઠીયા, સોમનાથ સુરક્ષા પી.આ ઈ એ.જી.જાદવ,મહીલા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એસ.એસ.વાવૈયા ,ટ્રાફીક પી.એસ.આઈ જે.આર.ડાંગર ની નિમણુંક કરાઈ છે આરોપીઓ રીમાન્ડ ઉપર છે અનેક પકડવા બાકી હોય તે નાસતા ફરતા છે આ ગુનાની તપાસ SIT કરશે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકરા પગલા લેવાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચેલ છે.

(7:13 PM IST)