News of Sunday, 12th July 2026
રાજપીપળામા ભત્રીજી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખી ત્રણ વ્યક્તિઓએ એકને ફટકા અને લોખંડની પાઇપ વડે માર માર્યો
પ્રેમ સંબંધ બાબતે માર મારવાની ઘટના બનતાં રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરમાં ભત્રીજી સાથેના પ્રેમ સંબંધ બાબતે માર મારવાની ઘટના બનતાં રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીક અનવર મોહમદહકીમ અંસારી (રહે.બાવાગોર ટેકરી રાજપીપલા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની મોપેડ જેનો રજી. નં. GJ22Q2147 પર બેસેલ હતા તે વખતે (૧) સુલ્તાન ઉર્ફે સુલ્તુ નસરુદ્દીન શેખ તથા (૨) તોફીક ઉર્ફે મથાલ ફીરોઝ શેખ (રહે. બાવાગોર ટેકરી) નાઓ નંબર પ્લેટ વગરની મોપેડ લઇ આવી તેમની ભત્રીજી સાથે ફરીયાદીનો પ્રેમ સબંધ હતો જે બાબતે રીશ રાખી આરોપી નં.(૧) એ તેના હાથમા લાકડાનો ફટકો તથા (૨) ના હાથમા લોખંડનો પાઈપ લઈ આવી બન્ને આરોપીઓ ફરીયાદી સાથે ગમે તેમ ગાળાગાળી કરી આરોપી નં.(૧)એ લાકડાના ફટકા વડે ફરીયાદીના માથાના પાછળના ભાગે તથા જમણા હાથના બાવડાના ભાગે તથા આરોપી નં.(૨)એ ફરીયાદીને લોખંડના પાઇપ વડે ડાબા હાથની છેલ્લી આંગણીમાં માર મારી ફેકચર કરી તથા ડાબા પગના પંજાના ભાગે માર મારી ફેકચર કરી તથા આરોપી નં.(૩) ફીરોઝ ઉર્ફે કાલીયો મથાલ નશરુદ્દીન શેખ (તમામ રહે.બાવાગોરટેકરી રાજપીપલા) એ પોતાના હાથમા લાકડાનો ફટકો લઈ આવી લાકડાના ફટકાથી ફરીયાદીને જમણા પગના ઘુંટણથી નીચેના ભાગે માર મારી આરોપી નં.(૧) ફરીયાદીના ઘર પાસે જઈ ફરીયાદીના પિતા સાથે ઝગડો કરી તેમને ચાર લાફા મારી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
