તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
કચ્છના માંડવી દરિયાકિનારે આનંદ માણી રહેલા બે યુવકો ડૂબ્યા : લાઇફગાર્ડ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ કરાયા
દરિયામાં ન્હાવા પડેલા બે યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં ફરજ પર હાજર લાઇફગાર્ડ અને સ્થાનિકોની સમયસૂચકતાને કારણે આ બંને યુવકોનો આબાદ બચાવ થયો

કચ્છના પ્રખ્યાત માંડવી દરિયાકિનારે પ્રવાસનો આનંદ લેવા આવેલા બે યુવકો માટે દરિયો જોખમી સાબિત થયો હતો. દરિયામાં ન્હાવા પડેલા બે યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં ફસાઈ ગયા હતા. જોકે, ત્યાં ફરજ પર હાજર લાઇફગાર્ડ અને સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે આ બંને યુવકોનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની જાણ થતાં જ લાઇફગાર્ડ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ખૂબ જ ઝડપથી દરિયાના મોજાં ચીરીને લાઇફગાર્ડ્સ યુવકો સુધી પહોંચ્યા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે કિનારે ઉપસ્થિત પ્રવાસીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કિનારે લાવ્યા બાદ બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જે બાદ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ચોમાસાની આ સીઝનમાં દરિયામાં કરંટ અને ઉંચા મોજાં આવતા હોય છે, જેના કારણે દરિયો અત્યંત જોખમી બની રહે છે. પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, દરિયામાં વધુ ઊંડે સુધી ન જાય અને જોખમી વિસ્તારમાં પ્રવેશવાનું ટાળે. લાઇફગાર્ડની સતર્કતાના કારણે આજે બે નિર્દોષ જીવ બચી ગયા છે, પરંતુ પ્રવાસીઓની સાવચેતી જ શ્રેષ્ઠ બચાવ છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
