<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

મહેસાણાના ગોઝારીયાની હોસ્પિટલમાં તોડફોડ અને ડૉક્ટર પર હુમલો કરવાના બનાવમાં ચાર વ્યક્તિઓ સામે કેસ દાખલ

પ્રમુખ સ્વામી સર્જીકલ હોસ્પિટલમાં દર્દીના સગાંઓએ હોબાળો મચાવ્યો :સારવાર દરમિયાન કેન્સરના દર્દી બેભાન થતાં સગાંઓ ઉશ્કેરાયા અને 71 વર્ષીય વૃદ્ધ ડૉક્ટર અને તેમના પત્ની સાથે કરી ઝપાઝપી કરી

મહેસાણાના ગોઝારીયાની હોસ્પિટલમાં તોડફોડ અને ડૉક્ટર પર હુમલો કરવાના બનાવમાં પોલીસે ચાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે. પ્રમુખ સ્વામી સર્જીકલ હોસ્પિટલમાં દર્દીના સગાંઓએ મચાવ્યો હતો ઉત્પાત. સારવાર દરમિયાન કેન્સરના દર્દી બેભાન થતાં સગાંઓ ઉશ્કેરાયા હતા. 71 વર્ષીય વૃદ્ધ ડૉક્ટર અને તેમના પત્ની સાથે કરી ઝપાઝપી. રૂપિયા 2 લાખ પરત મેળવવા બાબતે ડૉક્ટરને આપી જાનથી મારવાની ધમકી. હોસ્પિટલની ગ્રીલ અને દરવાજા તોડી અંદાજે 50 હજારનું નુકસાન કરવામાં આવ્યું હતું. લાંઘણજ પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:13 PM IST)