તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
રામનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૨૧ લાખની રોકડ જપ્ત

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી :નવલખી રોડ રામનગર સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧,૨૧,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે નવલખી રોડ રામનગર સોસાયટીમાં રહેતા ભરતસિંહ મદારસિંહ પરમાર પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા ભરતસિંહ મદારસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા, વિપુલ રમેશચંદ્ર મહેતા, જેથુભા હેમુભા રાઠોડ, કમલેશ મોતીભાઈ મેવાડા અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧,૨૧,૦૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
