<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

માળિયા હાઈવે પર બે ટ્રક અથડાતા ટ્રક ચાલક ફસાઈ જતા ઘટનાસ્થળે જ મોત: ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

વીરવિદરકા ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે ભીષણ ટક્કરને પગલે ટ્રકમાં આગ લાગી ગઈ જે અકસ્માતને પગલે બંને ટ્રકના ચાલક ફસાઈ ગયા હતા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત બાદ બંને ટ્રકના ડ્રાઈવર ફસાઈ જતા એક ચાલકને ફાયર ટીમે બહાર કાઢી સારવાર માટે ખસેડાયો હતો તો એક ડ્રાઈવરનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મોરબી-માળિયા હાઈવે પર વીરવિદરકા ગામના પાટિયા પાસે બે ટ્રક અથડાયા હતા અને ભીષણ ટક્કરને પગલે ટ્રકમાં આગ લાગી ગઈ હતી જે અકસ્માતને પગલે બંને ટ્રકના ચાલક ફસાઈ ગયા હતા બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી એક ટ્રક ડ્રાઈવરને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જયારે એક ટ્રકના ડ્રાઈવરનું ફસાઈ જતા ઘટનાસ્થળે જ મોત થયું હતું પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રાહુલ ધારાભાઇ આહીર (ઉ.વ.૨૩)( રહે કચ્છ વાળા ) હોવાનું જાણવા મળ્યું છે માળિયા પોલીસે અકસ્માતના મામલે વધુ તપાસ ચલાવી છે.

(10:38 PM IST)