<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

હારીજના ઝારુંકા ખેતરમાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરી પર LCBનો દરોડો:ત્રણ આરોપીઓ ઝડપાયા

પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને સ્ટીકરો સહિત રૂ. 77,100 નો મુદ્દામાલ જપ્ત કર્યા

પાટણ LCB પોલીસે રથયાત્રા પૂર્વે કરેલી કોમ્બિંગ નાઈટ દરમિયાન દારૂના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. હારીજના જાસ્કા ગામના એક ખેતરની ઓરડીમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને સ્ટીકરો સહિત રૂ. 77,100 નો મુદ્દામાલ જપ્ત કરી ભરતસિંહ રાઠોડ, ચાંપરાજ કાઠી અને કુવરસિંહ રાઠોડને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે રાજસ્થાનના શિવરાજ મારવાડીને વોન્ટેડ જાહેર કરાયો છે.

(8:26 PM IST)