તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
અમદાવાદના ખોખરામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવક પર જીવેલણ હુમલો : આરોપી કમલેશ દંતાલીની ધરપકડ
મુખ્ય આરોપી કમલેશ દંતાણીની ધરપકડ કરી જ્યારે આ ગુનામાં સામેલ અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી

અમદાવાદના ખોખરામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો, છ મહિના જૂના પ્રેમપ્રકરણની અદાવતમાં અગાઉ સમાજમાં સમાધાન થયું હતુ..જોકે બાદમાં ફરી વિવાદ સર્જાયો હતો અને હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન યુવકની છાતીમાં છરી ફસાઈ જતાં તેને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, અને તેનો જીવ બચી ગયો છે.ખોખરા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી કમલેશ દંતાણીની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે..
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
