<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

રાજકોટમાં બપોરે ૨:૩૦ વાગ્યે વાદળછાયા આકાશ વચ્ચે તેજ પવન ફૂંકાયા

​૨૬ થી ૩૫ કિમીની ઝડપે પવન ફૂંકાતા અસહ્ય બફારાથી લોકોને રાહત; હજુ પણ પવનનું જોર યથાવત

​રાજકોટ: શહેર માં આ લખાય છે ત્યારે બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે સમગ્ર શહેરમાં સૂર્યનારાયણ વાદળોની ઓથમાં છુપાઈ ગયા હતા અને આખું આકાશ વાદળછાયું બની ગયું હતું. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનનું ખૂબ જ જોર જોવા મળી રહ્યું છે.

​હવામાનના અહેવાલો અનુસાર, બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં ૨૬ થી ૩૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આ તેજ પવને રાજકોટવાસીઓને ભારે રાહત આપી છે. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.
રંગીલા રાજકોટીયનો વરસાદ મન મુકીને વરસે તેવી ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

(2:45 PM IST)