તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર પહોંચ્યા: સ્વ. મોહનસિંહ રાઠવાને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રીએ સ્વ. મોહનસિંહ રાઠવાના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી: ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા પૂર્વ મંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના નિધન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખાસ છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. પાવી જેતપુર ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રીએ સ્વ. રાઠવાના તસ્વીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વ. મોહનસિંહ રાઠવાના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોહનસિંહ રાઠવાએ દાયકાઓ સુધી આદિવાસી સમાજના વિકાસ અને રાજકીય ક્ષેત્રે જે નિષ્ઠાવાન સેવાઓ આપી છે, તે હંમેશા યાદ રહેશે. તેઓએ માત્ર પાવી જેતપુર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક લોકપ્રિય નેતા તરીકે પોતાની છાપ છોડી હતી.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ગમગીન જોવા મળ્યું હતું. સ્વ. રાઠવાના નિધનથી આદિવાસી પટ્ટામાં એક મોટી રાજકીય શૂન્યાવકાશ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં તેમના દ્વારા કરાયેલા લોકકલ્યાણના કાર્યોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી હતી.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
