News of Monday, 2nd November 2026
નજર સામે ફિલ્મના દ્રશ્યો ખડા કરી દેતું પુસ્તકઃ ‘‘શ્રી ૪ર૦ ફિલ્મનો આસ્વાદ''
પુસ્તક પરિચયઃ ધન્વી-માહી

શિર્ષકઃ શ્રી ૪ર૦ ફિલ્મનો આસ્વાદ લેખકઃ ચંદ્રકાન્ત કડિયા (મો.૯૩૭૪૬ ૦૪૫૭૧) મૂલ્યઃ રૂા.ર૦૦ પ્રાપ્તિસ્થાન (૧) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા, ગાંધી માર્ગ, અમદાવાદ મો. ૯૨૨૭૦ ૫૫૭૭૭ (ર) ગુજરાતી સાહિત્ય પરિષદ, નદી કિનારે, આશ્રમ રોડ, અમદાવાદ, મો.૯૮૯૮૭ ૬૨૨૬૩
૧૦૦ પાનાના આ પુસ્તકમાં ચંદ્રકાન્ત કડિયાએ ‘શ્રી ૪ર૦, ફિલ્મનો રસપ્રદ રસાસ્વાદ કરાવ્યો છે. પ્રારંભે ફિલ્મને સમજવા ભારતીય નાટયકલાના સિધ્ધાંતો વિવરણ કરાયુ છે. ત્યારબાદ કથા વસ્તુનો ધીરે ધીરે ઉઘાડ કરી બતાવ્યો છે. રાજ અને ભીખારીના સંવાદો એવી રીતે આલેખ્યા છે. જાણે વાચકને ફિલ્મ નિહાળતા હોય તેવો અનુભવ કરાવે છે. વચ્ચે વચ્ચે અનુરૂપ ફિલ્મના ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે. ટૂંકમાં ફિલ્મ પડદા ઉપર નિહાળવા ન જઇ શકયા હોય તેઓ આ પુસ્તકનો આસ્વાદ માણી લ્યે તો ફિલ્મ જોવા જવાની જરૂર ન પડે તે રીતે ખૂબ સરસ આસ્વાદ કરાવવાનો પ્રયાસ લેખકે કરાવ્યો છે. લેખક પ્રસ્તાવનામાં નોંધે છે કે આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે તેઓ ધો.૧૦માં અભ્યાસ કરતા હતા એટલી ગમી ગઇ કે એક જ મહિનામાં ત્રણ થી ચાર વાર ફિલ્મ જોઇ નાખી. આમ રાજકપૂર બાળપણથી જ પ્રિય અભિનેતા બની ચૂકયા હતા. બાદમાં કિશોરવય અને યુવાવસ્થાએ મનોજગતમાં ભાવજગતમાં પ્રવેશ કરાવ્યો અને મિત્રોની સલાહથી આ પુસ્તક આલેખાય ગયું
(10:48 AM IST)










