<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સુરતના ડિંડોલી વિસ્તારમાં 20 વર્ષીય યુવકની કરપીણ હત્યા મામલે ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા

મરનાર અને આરોપીઓ વચ્ચે 5000ની લેતી-દેતી મામલે ઉગ્ર બોલાચાલી લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગઈ:પોલીસે ગુનામાં વપરાયેલું ટુ-વ્હીલર કબ્જે કર્યું

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકની તેના જ મિત્રો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે. ડિંડોલી ખાતે આવેલા રાજમહલ મોલના પ્રથમ માળેથી આ યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ફાયનાન્સ કંપનીઓમાં લોન પર લેવાયેલા ટુ-વ્હીલરના બાકી હપ્તા વસૂલવાનું એટલે કે બાઇક સીઝિંગ અને રિકવરી એજન્ટ તરીકેનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. આ હત્યાની વિગતો જાહેર થતાં જ સમગ્ર સુરત પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. 

  પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે મરનાર અને આરોપીઓ વચ્ચે 5000ની લેતી-દેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદમાં લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે ગુનામાં વપરાયેલું ટુ-વ્હીલર કબ્જે કર્યું છે, જ્યારે ઓનલાઈન મંગાવેલા હથિયારો રિકવર કરવાની પ્રક્રિયા અને આરોપીઓની પૂછપરછ ચાલુ કરી છે.

(7:00 PM IST)