તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ફડસર ગામે ખરાબામાં છુપાવી રાખેલ ૧૧૬૪ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત.
તાલુકા પોલીસે રેડ પાડી સીમમાં ખરાબામાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ ૧૧૬૪ કીમત રૂ ૫,૪૧,૨૬૦ નો મુદામાલ કબજે કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેડ કરી ખરાબામાં છુપાવી રાખેલ ૫ લાખથી વધુનો ૧૧૬૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફડસર ગામની સીમમાં આરોપી કરણ ભરત કુંભારવાડિયાએ ખેતર સામે આવેલ ખરાબામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાક્યો છે અને દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરતો હોવાની બાતમી મળી હતી બાતમીને પગલે તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી સીમમાં આવેલ ખરાબામાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ ૧૧૬૪ કીમત રૂ ૫,૪૧,૨૬૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી કરણ ભરતભાઈ કુંભારવાડિયા રહે ફડસર તા. મોરબી વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી ટીમે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
