તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
અમદાવાદમાં RTE હેઠળની વિવિધ રાઉન્ડની ફાળવણી અને પ્રવેશ પ્રક્રિયા બાદ પણ 493 બેઠકો ખાલી રહી ગઈ
હિન્દી માધ્યમની શાળાઓમાં સૌથી વધુ બેઠકો ખાલી રહી:ગુજરાતી માધ્યમની અંદાજે 10થી વધુ શાળાઓમાં પણ કેટલીક બેઠકો હજુ ભરાઈ શકી નથી.

અમદાવાદમાં શિક્ષણના અધિકાર કાયદા એટલે કે RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે અમદાવાદમાં RTE હેઠળ વિવિધ રાઉન્ડની ફાળવણી અને પ્રવેશ પ્રક્રિયા બાદ પણ 493 બેઠકો ખાલી રહી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને હિન્દી માધ્યમની શાળાઓમાં સૌથી વધુ બેઠકો ખાલી રહી છે. બીજી તરફ ગુજરાતી માધ્યમની અંદાજે 10થી વધુ શાળાઓમાં પણ કેટલીક બેઠકો હજુ ભરાઈ શકી નથી. મોટી સંખ્યામાં અરજીઓ મંજૂર થવા છતાં તમામ બેઠકો ભરાઈ ન શકતા વાલીઓની પસંદગી, શાળાનું સ્થાન અને માધ્યમ જેવા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ખાલી રહેલી બેઠકો અંગે શિક્ષણ વિભાગ દ્વારા વધુ સમીક્ષા કરવામાં આવશે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
