<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલ અને ભૂતકાળમાં જૂની કોર્ટ બિલ્ડીંગ કમ્પાઉન્ડમાંથી મંજૂરી વગર વૃક્ષો કપાતા ઉઠ્યા સવાલ

નર્મદા જીલ્લામાં મંજૂરી વગર વૃક્ષો કાપતી ગેંગ સક્રિય કે અન્ય કોઈ કારણ, વન વિભાગ કાર્યવાહી કરે એવી માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલ અને જૂની કોર્ટ બિલ્ડીંગ કમ્પાઉન્ડમાંથી મંજૂરી વગર વૃક્ષો કપાઈ ગયા અને એની વન વિભાગને પણ ખબર નથી.ત્યારે આ વૃક્ષો કોણ કાપે છે અને કોનો ઓથા હેઠળ આ વૃક્ષો કપાય છે એ તપાસનો વિષય બન્યો છે.એક જાગૃત નાગરિકે આ મુદ્દે આર.ટી.આઈ કરી ત્યારે વન વિભાગની અલગ અલગ કચેરીઓ એક બીજા પર ખો આપી રહી હોવાનો જવાબ મળ્યો હતો.એક તરફ રાજપીપળાની જૂની કોર્ટ બિલ્ડીંગ અને જૂની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી લીંબડા અને આંબાના વૃક્ષો મંજૂરી વગર કપાઈ ગયા અને વન વિભાગને જાણ સુદ્ધાં નથી ત્યારે બેરોકટોક વૃક્ષો કાપતી ગેંગને શોધી કાઢી એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ફરિયાદ નોંધાય એવી માંગ ઉઠી છે.
  રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ માંથી વૃક્ષો મંજૂરી વગર કપાયા હોવાની જાણ થતા જ નાંદોદ મામલતદારે તાત્કાલિક ટીમો મોકલી તપાસ હાથ ધરી હતી, અને સોમવારે જવાબ લેવામાં આવશે એમ જાણવા મળ્યું છે.આ વૃક્ષો કાપવા અર્બન હેલ્થ સેન્ટરના તબીબી અધિકારીએ વન વિભાગને પત્ર જરૂર લખ્યો હતો પરંતુ આર.એફ.ઓ સુધી આ પત્ર પહોચ્યો જ નથી.જો કે આ વૃક્ષોની ફક્ત ડાળીઓ જ કાપવાની હતી એની જગ્યાએ વૃક્ષ માફિયાએ તબીબની જાણ બહાર વૃક્ષો જ કાપી નાખ્યા હતા.ત્યારે અર્બન હેલ્થ સેન્ટરના તબીબને અંધારામાં રાખી વૃક્ષ કાપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે.એક તરફ દેશભરમાં વધતી ગરમી અને પર્યાવરણ સંરક્ષણ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે પર્યાવરણ અને જંગલોની સુરક્ષાની જવાબદારી સંભાળતા વિભાગને જ આની જાણ ન હોય એ બિલકુલ માનવામાં જ ના આવે

(9:42 PM IST)