<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

તમિલનાડુના રાજકારણમાં ભયંકર ગરમાવો: AIADMK ના 10 ધારાસભ્યો સામૂહિક રાજીનામું ધરે તેવી પ્રબળ શક્યતા

દક્ષિણ ભારતના રાજકારણમાં મોટો ઉલટફેર: મુખ્યમંત્રી વિજયનની ખુરશી વધુ મજબૂત બનશે, વિપક્ષી ખેમામાં ભારે દોડધામ

ચેન્નઈ: દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય તમિલનાડુના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ભુકંપ સમાન સમાચાર સામે આવી રહ્યા છે. અંદરના વર્તુળોમાંથી મળતી સત્તાવાર વિગતો મૂજબ, મુખ્ય વિરોધ પક્ષ AIADMK ના ૧૦ જેટલા ધારાસભ્યો આગામી કલાકોમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ આકસ્મિક રાજકીય હિલચાલને કારણે તમિલનાડુના સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેમાં ભારે દોડધામ મચી ગઈ છે અને રાતોરાત રાજકીય સમીકરણો બદલાયા છે.
રાજકીય વિશ્લેષકોના મતે આ હિલચાલ જો ધારણા મુજબ પાર પડશે, તો રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વિજયન માટે આ એક મોટી 'લોટરી' સમાન સાબિત થશે. વિપક્ષી ધારાસભ્યોના રાજીનામાથી ગૃહમાં સંખ્યાબળનું ગણિત સંપૂર્ણપણે બદલાઈ જશે, જેનો સીધો ફાયદો વર્તમાન સરકારને પોતાની સત્તા વધુ મજબૂત કરવામાં અને બહુમતી સાબિત કરવામાં મળશે. વિપક્ષ નબળો પડતાં મુખ્યમંત્રી વિજયન માટે આગામી સમય વધુ સાનુકૂળ બનશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બીજી તરફ, આ સંભવિત બળવાને પગલે AIADMK ના મોવડીમંડળ દ્વારા ડેમેજ કંટ્રોલની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ટોચના નેતાઓ સક્રિય થયા છે અને ગુપ્ત બેઠકોનો દોર ધમધમી રહ્યો છે. જો કે, સૂત્રોનું કહેવું છે કે અસંતુષ્ટ ધારાસભ્યો પોતાનો નિર્ણય બદલવાના મૂડમાં નથી. આ મોટા રાજકીય ભૂકંપની સત્તાવાર જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

(11:55 AM IST)