તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
નિવૃત્તિના ભંડોળ પર ત્રાટક્યો 'લૂંટારૂ' મેનેજર્સ: વડોદરામાં સિનિયર સિટિઝન સાથે ₹5 લાખની છેતરપિંડી
બેંકના સેલ્સ મેનેજરે રોકાણ કરાવવાના બહાને વૃદ્ધના ચેક પર ખોટી સહી કરી મિત્રના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી લીધા; સમા પોલીસ મથકે ગુનો દાખલ

વડોદરા: શહેરમાં સિનિયર સિટિઝનોની મૂડી સુરક્ષિત ન હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાનગી બેંકના એક સેલ્સ મેનેજરે વિશ્વાસઘાતની તમામ હદો વટાવીને એક નિવૃત્ત વૃદ્ધને નિવૃત્તિ પછી મળેલા લાખો રૂપિયાનું સુરક્ષિત રોકાણ કરાવી આપવાની લાલચ આપી હતી અને તેમની જીંદગીભરની કમાણીમાંથી ₹5 લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના સમા વિસ્તારમાં રહેતા ફરિયાદી નિરંજનભાઈ મહેતા તાજેતરમાં જ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ મળેલી રકમને સારી જગ્યાએ રોકાણ (Investment) કરવા માટે તેઓ આયોજન કરી રહ્યા હતા. આ દરમિયાન એક ખાનગી બેંકના સેલ્સ મેનેજર જયેશ પરમારનો સંપર્ક તેમની સાથે થયો હતો. જયેશ પરમારે નિરંજનભાઈને બેંકની આકર્ષક સ્કીમો બતાવી ઊંચા વળતરની લાલચ આપી હતી અને રોકાણ કરવાના બહાને તેમની પાસેથી ચેક મેળવી લીધા હતા.
નિરંજનભાઈનો વિશ્વાસ જીત્યા બાદ નરાધમ સેલ્સ મેનેજર જયેશ પરમારે કાળો ખેલ ખેલ્યો હતો. તેણે નિરંજનભાઈ મહેતાના ચેક પર તેમની જ ખોટી (બનાવટી) સહીઓ કરી દીધી હતી. આ ચેકનો ઉપયોગ કરીને તેણે સિનિયર સિટિઝનના ખાતામાંથી ₹5 લાખની માતબર રકમ પોતાના એક મિત્રના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જ્યારે નિરંજનભાઈના મોબાઈલ પર પૈસા ઉપડી ગયાનો મેસેજ આવ્યો અને તપાસ કરી ત્યારે આ આખી ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો.
સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
પોતાની નિવૃત્તિની મૂડી ધોલાઈ જતાં જ હેબતાઈ ગયેલા નિરંજનભાઈ મહેતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે વડોદરાના સમા પોલીસ મથકે આરોપી સેલ્સ મેનેજર જયેશ પરમાર વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ફોરજરી (ખોટા દસ્તાવેજ/સહી કરવા) અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
