<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

વડોદરાની યાસ્તિકા ભાટિયાએ ઈતિહાસ રચ્યો : લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની

આ સિદ્ધિ સાથે યાસ્તિકા ભાટિયાનું નામ લોર્ડ્સના પ્રતિષ્ઠિત 'ઓનર્સ બોર્ડ' પર અંકિત થઈ ગયું

ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ભારતીય મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાએ ઈતિહાસ રચી દીધો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ઐતિહાસિક મહિલા ટેસ્ટ મેચમાં વડોદરાની રહેવાસી અને ભારતીય ટીમના વિકેટ-કીપર બેટર યાસ્તિકા ભાટિયાએ શાનદાર સદી ફટકારી છે. આ સાથે જ તે લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે.

આ સિદ્ધિ સાથે યાસ્તિકા ભાટિયાનું નામ લોર્ડ્સના પ્રતિષ્ઠિત 'ઓનર્સ બોર્ડ' પર અંકિત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી સૌપ્રથમ મહિલા ટેસ્ટ મેચ છે, જે તેને વધુ ખાસ બનાવે છે. યાસ્તિકાની આ બેટિંગને કારણે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી છે અને સમગ્ર દેશમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

વડોદરાના ક્રિકેટ જગત માટે આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. પોતાની આગવી શૈલી અને સંયમભરી બેટિંગથી યાસ્તિકાએ સાબિત કરી દીધું છે કે ભારતીય મહિલા ક્રિકેટ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. યાસ્તિકાની આ ઐતિહાસિક સદીની ચર્ચા હાલ સમગ્ર ક્રિકેટ વિશ્વમાં થઈ રહી છે.

(10:17 PM IST)