<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતું વધુ એક બાળક સારવાર હેઠળ દાખલ થયુ

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા અરવલ્લીના બાયડ વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકીની સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાઈ

સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતું વધુ એક બાળક સારવાર હેઠળ દાખલ થયુ છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા ત્રણ વર્ષની બાળકીની સારવાર માટે સિવીલ હોસ્પિટલ લવાઈ છે. અરવલ્લીના બાયડ વિસ્તારમાંથી બાળકીને હિંમતનગર લવાઈ. રિપોર્ટ માટે બાળકીના સેમ્પલ લઈ નિષ્ણાત તબીબ ટીમ દ્વારા સારવાર. હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં બાળકીની સારવાર. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી પાંચ બાળકોના મોત થયા છે.

(5:14 PM IST)