તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
‘‘સિંહસ્થ ગુરૂ-મહાપર્વ''
ગંગા ગોદાવરી મંદિરનું દિવ્ય રહસ્ય, નાસિક કુંભ મેળો, લગ્ન વર્જિતતાનું શાષાોકત વિધાન અને ૧ર રાશિઓનું વિસ્તૃત ફળાદેશ

જયોતિષમાં દેવગુરૂ બ્રહસ્પતિને જ્ઞાન, સૌભાગ્ય, ધર્મ, સંતાન અને આર્થિક સમૃદ્ધિના મુખ્યકારક ગણવામાં આવે છે. જયારે ગુરૂ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશે છે ત્યારે સિંહસ્થ ગુરૂ કહેવાય છે. જયોતિષશાષામાં, આધ્યાત્મિક અને પૌરાણિક દ્રષ્ટિએ પણ સિંહના ગુરૂના સમયગાળાને અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ સમય દરમ્યાન ભારતની પવિત્ર નદી ગોદાવરીના તટે કુંભમેળાનું વિરાટ આયોજન થાય છે.
ગુરૂ મહારાજ તા. ૩૧ ઓકટોબર ર૦ર૬ના રોજ બપોરે ૧રઃપ૦ વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂકયા છે. જયાં ૧૩ ડિસેમ્બર સુધી રહેશે. ફરી વક્રી થઇને રપ જાન્યુઆરી ર૦ર૭ના રોજ કર્ક રાશિમાં પાછા ફરશે. માગી ગતિ ૧૩ એપ્રિલથી શરૂ થશે. મુખ્ય સિંહસ્થકાળ ર૬ જુલાઇ ર૦ર૭થી ર૬ જુલાઇ ર૦ર૮ સુધી ગુરૂ સંપૂર્ણપણે સિંહ રાશિમાં જ બિરાજમાન રહેશે.
જયોતિષ શાષા તેમજ સનાતન પરંપરા મુજબ સિંહસ્થ ગુરૂ દરમ્યાન લગ્ન પ્રસંગો ચોક્કસ માંગલિક પ્રસંગો, કાર્યો કરવા વર્જિત છે. તેની પાછળ ધાર્મિક, જયોતિષીય અને શાષાોકત કારણો છે. લગ્ન સુખ અને દંપતિના સૌભાગ્ય માટે ગુરૂનું બળવાન હોવું ખૂબજ જરુરી છે. જયારે ગુરૂ સિંહ રાશિમાં અગિ્નતત્વના પ્રભાવ હેઠળ આવે છે. ગુરૂ પોતાનું બળ આપી શકતા નથી અને વૈવાહિક જીવન માટેનો નહિં પરંતુ આધ્યાત્મ અને વૈરાગ્ય માટે ઉત્તમ સમય છે. સ્વને જાણવા માટેનો સમય છે. લગ્ન સમયે ગુરૂનું બળવાન હોવું ખૂબજ જરૂરી હોય છે. અહિં સિંહ - ગુરૂ યોગ બને છે જે વરકન્યા માટે નકારાત્મક અસરકર્તા રહે છે. આ સમય ભૌતિક અને સાંસારિક સુખોને દૂર કરીને આધ્યાત્મ પર ધ્યાન કેન્દ્ર કરવાનો છે. અહીં પણ ગુરૂ નક્ષત્ર પરિવર્તન કરે ત્યારે છૂટછાટ આપી શકાય છે. દેશના અમુક ભાગોમાં જન્મગ્રહ બળ જોઇને મુહૂર્ત આપવામાં આવે છે.
ગંગા ગોદાવરી મંદિરનું રહસ્ય - મહારાષ્ટ્રના નાસિક અને ત્ર્યંબકેશ્વર ખાતે યોજાતો સિંહસ્થ કુંભ અને ત્યાં આવેલુ પૌરાણિક ગંગા, ગોદાવરી મંદિર જે દર ૧ર વર્ષ એક વાર અને ગંગા દશહરાના દિવસે ખોલવામાં આવે છે. મહર્ષિ ગૌતમે ગૌહત્યાના અજાણ્યા પાપમાંથી મુક્તિ મેળવવા કઠોર તપ કરેલું, ત્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઇને માતા ગંગા ગોદાવરીનું રૂપ લઇને આવ્યા, પ્રગટ થયા. સિંહસ્થ ગુરૂના સમયમાં ગંગા ગોદાવરીનું પાણી અમૃત કહેવાય છે.
૩૧ ઓકટોબરીથી નાસિકના રામકુંડ અને ત્ર્યંબકેશ્વરમાં ધ્વજારોહણ સાથે સિંહસ્થ ગુરૂના કુંભમેળાની સત્તાવાર શરૂઆત થઇ ચૂકી છે. જેમાં લાખો શ્રદ્ધાળુઓ અખાડાઓના સાધુ સંતો ગોદાવરી નદીમાં સ્નાન કરી મોક્ષ પ્રાપ્ત કરશે. માનવામાં આવે છે કે માતા ગંગા પણ પોતાના પાપ ધોવા ગોદાવરી નદીએ આવે છે. કુંભ મેળાના મહત્વના દિવસો તા. ૩૧ ઓકટોબર - ધ્વજા આરોહણ, તા. ર૯ જુલાઇ ર૭ - નગર પ્રદક્ષિણા, તા. ર ઓગષ્ટ ર૭ - પહેલુ અમૃત સ્નાન, તા. ૩૧ ઓગષ્ટ ર૭ - બીજુ અમૃત સ્નાન, તા. ૧૧ સપ્ટેમ્બર ર૭ - ત્રીજુ સ્નાન નાસિક, તા. ૧ર સપ્ટેમ્બર ર૭ - ત્રીજુ સ્નાન ત્ર્યંબકેશ્વર, તા. ર૪ જુલાઇ ર૮ - પૂર્ણાહુતિ. આ સમય બાર વર્ષે એકવાર આવે છે.
મહાપર્વ કુંભમેળામાં ધ્વજારોહણનો શુભારંભ. આ ગુરૂ દરેક રાશિઓ પરની અસરો કેવી કરશે તે જોવો :
મેષ રાશિ (અ.લ.ઇ.) : આ ભ્રમણ અત્યંત શુભતાવાળું રહેશે. આપને માટે સ્વર્ણકાળ સમાન રહેશે. વિદ્યાર્થીઓને માટે અદ્દભુત સમય સ્પર્ધાત્મક પરિષા અને સંશોધન ક્ષેત્રે સફળતા. શેરબજારમાંથી આકસ્મિક ધન લાભ. સંતાનયોગ અને અનેક સફળતા. તમામ અડચણો દુર થશે. ગુરૂવારે ગાયને ચણાની દાળ-ગોળ આપવો.
વૃષભ રાશિ (બ.વ.ઉ.) : આ સમય આપની ભૌતિક સુખ સુવિધા વધારશે. નવા મકાન, જમીન કે વાહનની ખરીદી કરાશે. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. આવકના નવાસ્ત્રોત ઉભા થશે. માતાના સ્વાસ્થ્યની સામાન્ય કાળજી લેવી. નિયમિત કેસરનું તિલક કરવું.
મિથુન રાશિ (ક.છ.ઘ.) આ ભ્રમણ આપને આપના પરિક્રમ, સાહસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે. લેખન, માર્કેટીંગ મીડીયા સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે. નાના ભાઇબહેનોનો સાથ સહકાર સારો રહેશે. ગુરૂના પ્રભાવથી દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર સખત મહેનત માંગે છે. જેનાથી સફળતા કદમ ચૂમશે. વિષ્ણુસહષા નામના પાઠ કરવાથી લાભ.
કર્ક રાશિ (ડ. હ.) : આ ભ્રમણથી આની આર્થિક સ્થિતિ મજબુત થશે. બેન્ક બેલેન્સ વધશે. અટકેલા નાણા અચાનક જ પરત મળશે. આપની વાણીથી આપ દરેકનું મન જીતી શકશો. ઘરમાં માંગલિક પ્રસંગો યોજાશે. ધાર્મિક યાત્રાના યોગ બને છે. ગુરૂવારે પીળા વષા અથવા ચણાની દાળનું દાન કરવું.
સિંહ રાશિ (મ.ટ.) : આ ભ્રમણ આપનામાં મોટો બદલાવ લઇને આવેલ છે. આત્મવિશ્વાસ, વર્ચસ્વ અને તેજમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો, અટકેલા સરકારી કાર્યો પૂરા થશે. અપરણિતોના વિવાહ નક્કી થાય. સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. સૂર્યદેવને નિયમિત તાંબાના પાત્રમાં જળ અર્પણ કરવું.
કન્યા રાશિ (પ.ઠ.ણ.) : આ ભ્રમણ ધાર્મિક પૂજા પાઠ, હોમહવન, દાનપૂજા પાછળ ખર્ચ કરાવશે. વિદેશ જવાની ઇચ્છુક લોકોને વિઝા અને ઉચ્ચ શિક્ષણના માર્ગ ખુલશે. ભાગીદારીમાં ધીરજ રાખવી. આર્થિક વ્યવહારો ચેતીને કરવા, બેદરકાર ન બનવું. પીપળાના વૃક્ષની પૂજા કરવી, જળ અર્પણ કરવું.
તુલા રાશિ (ર.ત.) : આ ભ્રમણ વરદાન સમાજ સાબિત થશે. આવકના નવાસ્ત્રોત બનશે. વેપારમાં મોટો નફો થશે. લાંબા સમયની કોઇ અટકેલી ઇચ્છા પૂરી થશે. શત્રુઓ પર વિજય અપાવશે. દર ગુરૂવારે ‘‘ઓમ બૃહસ્પતયે નમઃ''ના મંત્રની માળા કરવી.
વૃヘકિ રાશિ (ન.ય.) : વ્યવસાયમાં નવી સફળતા, નોકરીમાં પદોન્નતિ, પગાર વધારો, પિતા તેમજ ઉપરી અધિકારીનો પૂર્ણ સહયોગ મળશે. સંતાનો અને અભ્યાસ અંગેના પ્રશ્નો મહેનત કરાવશે. કુટુંબ તથા મિત્રોનો સહકાર સારો રહેશે. હળદરના જળથી શિવલિંગ પર અભિષક કરવો.
ધન રાશિ (ભ.ફ.ધ.ઢ.) : આપને ભાગ્યોદયની નવી તકો પ્રાપ્ત થશે. ધાર્મિક યાત્રા પ્રવાસ, કુંભ મેળામાં સ્નાન અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા અપાવશે. કૌટુંબિક બાબતોમાં ધીરજ રાખવાની સલાહ છે. વડિલોનું માન સમ્માન કરવું અને તેના આશીર્વાદ લેવા. સંતાનોની સફળતા જોઇ મન આનંદિત રહેશે.
મકર રાશિ (ખ.જ.) : ગુરૂ મહારાજનું પરિવર્તન ગુપ્ત જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન ક્ષેત્રે ઊંડુ જ્ઞાન અપાવશે. વંશપરંપરાગત મિલ્કત કે વિમા સંબંધીત કાર્યોથી અચાનક ધન લાભ કરાવશે. આપના સાહસો આપને સફળ બનાવશે. સ્વાસ્થ્ય બાબતે પાચનતંત્રની ખાસ કરીને કાળજી લેવી. ચણાની દાળનું દાન કરવું. હળદરનો ગાંઠિયો કાપડ કે કાગળમાં વિટીને સાથે રાખવો.
કુંભ રાશિ (ગ.શ.સ.) : દામ્પત્યજીવનમાં મધુરતા અપાવશે. આ ભ્રમણ ભાગીદારી ધંધામાં મોટો નફો અને જાહેર જીવનમાં લોકપ્રિયતા, માન સમ્માન વધશે. આર્થિક બચત થઇ શકશે. ગુરૂવારે કેળાના વૃક્ષની પૂજા કરવી.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.) : હરિફો પર વિજય મેળવશો. આ ગુરૂ આપને સ્પર્ધામાં પણ વિજય બનાવશે. કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળશે. શિસ્તતા રાખવી ખૂબજ જરૂરી રહેશે. ખાનપાન પર નિયંત્રણ રાખવો. જુના કર્જમાંથી મુક્તિ થશે. સૂર્ય નમસ્કાર કરવા અને ગુરૂ મંત્રના જાપ કરવા.
કુંભ મેળાના સ્નાનના અગત્યના દિવસો નીચે મુજબ છે. : ર૮ ઓગષ્ટ ર૦ર૭ શ્રાવણી પૂનમ રક્ષાબંધન - પ્રથમ સ્નાન, ૧ સપ્ટેમ્બર ર૦ર૭ સર્વપિત્રી અમાસ - દ્વિતીય શાહી સ્નાન, ૬ સપ્ટેમ્બર ર૦ર૭ ઋષિ પંચમી - તૃતીય શાહિ સ્નાન.
દરેક રાશિઓને સ્નાનથી લાભ રહેશે. જે વ્યકિતએ જીવનમાં એકવાર ચોક્કસપણે જવું. (૩૬.ર)
ફોરમ ગાંધી - મહેતા
કન્સલ્ટીંગ એસ્ટ્રોલોજર
મો. ૯૩૭૪૮૧૬૯૭૭, ૭૮૭૮૧૭૮૭૮૩, ૯૪ર૯૪૭ર૧૬૦
રાજકોટ
(11:37 AM IST)










