તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીનના વધારેલા વળતર સામે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ
NHSRCLએ LARR ઓથોરિટી દ્વારા ખેડૂતોને વધારેલા વળતરના આદેશને પડકાર્યો :વળતર નક્કી કરવા માટે ખોટા માપદંડ અપનાવાયા હોવાની દલીલ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સંબધિત કામગીરી બાબતે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરાઈ છે. NHSRCLએ LARR ઓથોરિટી દ્વારા ખેડૂતોને વધારેલા વળતરના આદેશને પડકાર્યો છે . અરજીમાં દાવો કરાયો કે આ નિર્ણય યથાવત્ રહેશે તો પ્રોજેક્ટ પર અંદાજે રૂપિયા 40 હજાર કરોડનો વધારાનો બોજ પડશે. વળતર નક્કી કરવા માટે ખોટા માપદંડ અપનાવાયા હોવાની અરજીમાં દલીલ કરવામાં આવી છે. આગામી દિવસમાં હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
