<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સુરતમાં પૂર રાહત સહાય માટે સરવે ઝડપથી બનાવવા નવી 65 ટીમ બનાવાઈ

રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓ તથા તેમના સ્ટાફને જોડીને કુલ 65 નવી ટીમોની રચના :ટીમોના 338 અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફીલ્ડમાં જઈ અસરગ્રસ્ત વિસ્તારોનો સરવે શરૂ કરવા આદેશ

સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવ મૃત્યુ, ઇજા તેમજ રહેણાંક મકાનો અને ઘરવખરી સહિતની સ્થાવર-જંગમ મિલકતોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે પૂર્ણ કરી પાત્ર લાભાર્થીઓને કેશડોલ્સ, ઘરવખરી સહિતની રાહત સહાય સમયસર મળી રહે તે માટે સરવેની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. સરવે હેતુસર રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓ તથા તેમના સ્ટાફને જોડીને કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં સમાવિષ્ટ 338 અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફીલ્ડમાં જઈ અસરગ્રસ્ત વિસ્તારોનો સરવે શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

(5:23 PM IST)